SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૮) વેશને જોઈ ભેળા લોકે ગાંડાઘેલા થઈને ભક્તિ ખુબ કરે, એ ભક્તિને પ્રતાપે જે જોઈએ તે મળે. પછી દીક્ષા છેડી એ તે કેણ હોય કે પાછો સંસારમાં પડે. સંસારમાંય એ આવનારને કમાવાની ઉપાધિ ઓછી છે કાંઈ?” તારી વાત તો સાચી છે. દીક્ષા છોડવી એના કરતાં એમાં જ મજા કરવી એ બની શકે તેવું છે તો ખરૂ, કારણ કે મહાવીરને વેષ જોઈ શ્રાવકની ભક્તિ તો ઉભરાઈ જવાની, એ ભક્તિનો લાભ લઈ એવા સ્વછંદી સાધુઓ જરૂર મજ ઉડાવવાના, પણ આજે એવા સાધુઓ કાંઈ નથી, મહાગુણવાન અને પૂજ્ય એવા મુનિઓ ઉપર દેષ આરોપ કરો એ તે બહુ મોટું પાપ છે બાઈ,” એક ઠરેલ બાઈ બેલી. આ જુઓને આપણું ધનગિરિ પણ કેવું ઉજ્વળ ચારિત્ર પાળે છે. મેટી મેટી તપસ્યા કરે છે. દુષ્કર ક્રિયાઓ કરી આત્માને પાપરહિત કરે છે. મહાવીર ભગવાનના એ સાધુઓમાં ખામી શોધવી ને દુધમાંથી પોરા કાઢવા તે બરાબર છે. ?? અત્યારે તો એવા સાધુઓ નથી એ હું પણ જાણું છું. આ તો એક સ્વાભાવિક વાત થઈ કે દીક્ષા ન મળે તે સાધુજીને દીક્ષા છોડવા કરતાં એ કપડામાં જ મજા ઉડાવાનું બને કે નહિ. આ બેમાંથી એ કર્યું પસંદ કરે. દીક્ષા છોડવાનું કે પિલ ચલાવવાનું.”
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy