SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૦ ] શ્રી કપૂરવિજયજી આપણને સરલ જાણીને કદાચ કોઈ ઠગી જાય કે ઠગવાને ઘાટ ઘડે તો ભલે, પણ તેનો બદલો વાળવા તેને ઠગવાને કે દુ:ખ દેવાનો વિચાર પણ કરવો નહિ. પોતે ઠગાઈ છૂટવું સારુ પણ વંચના-ઠગાઈ–દગાબાજી કરવી બૂરી-દુઃખદાયી છે. લિખના પઢના ચાતુરી, એ સબ બાતાં સહેલ; કામ દહન મન વશ કરન, ગગન ચટન મુશકેલ. ૬ લખવું, ભણવું, ચતુરાઈ કરવી એ સઘળી વાતો સહેલી છે, પણ વિષયવાસના નાબુદ કરવી, મનને વશ કરવું ને પરમાત્મસ્વરૂપને પામવું એ બહુ મુશ્કેલ છે. પિથી પઢ પઢ જગ મુવા, પંડિત ભયા ન કેય; અઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હેય. ૭ કેવળ પુસ્તકો વાંચી વાંચી જિંદગી પૂરી કરે છતાં પંડિત થઈ ન શકાય, જ્યારે શુદ્ધ-નિ:સ્વાર્થ પ્રેમના માત્ર અઢી અક્ષર સારી રીતે આવડે ત્યારે જ ખરા પંડિત થવાય. કેવળ પોથી–પંડિત મદમસ્ત હોય છે ત્યારે શુદ્ધ પ્રેમી સુનમ્ર-નિરભિમાની બને છે. પેલો ઉદ્ધત બની આત્માને ભૂલે છે ત્યારે બીજે આત્માને પિછાને છે–પામે છે. આમ તત્વ જાને નહીં, કેટી કેટી થે જ્ઞાન; તારે તિમિર ભાગે નહીં, જબ લગ ઉગે ન ભાન. ૮ આત્મતત્વને યથાર્થ સમજ્યા વગર ને આત્મામાં લશ્યઉપયોગ જાગ્યા વગર, ગમે તેટલું જ્ઞાન ભણે, ગણે કે કથે પણ તેથી અંતસ્તમ-હાંધકાર નાસે નહીં. સૂર્યને ઉદય ન થાય ત્યાં સુધી ગમે તેટલા તારાઓથી અંધારું નાસે નહીં.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy