SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [૪૧] ૨. કરજ એ નીચ રજ (કરજ) છે. એ અતિ ભયંકર છે, એ (માથે) હોય તે આજે ઉતારજે અને નવું કરતાં અટકજે. ૩. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહિ પણ એથી અનંતગણ ચિન્તા આત્માની (આત્મકલ્યાણ સાધવાની) રાખ. કારણ અનંત ભવની પીડા એક ભવમાં ટળવી શક્ય છે. ૪. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને (નિજ આત્મ-કલ્યાણને) ભૂલી-વિસરી જવું. ૫. તારી અંતરની લાગણી કલ્યાણ સાધવાની થઈ નથી, તેથી જુદે જુદે સ્થળે સુખની ક૯૫ના રાખી શકે. ૬. હે મૂઢ ! એમ ન કર. એ મેં તને હિત અર્થે કહ્યું છે. સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહીં મળે. ૭. હે જીવ! હવે ભેગથી શાન્ત થા; શાન્ત થા. વિચાર તે ખરા કે કયું સુખ છે ! સીલ અને સદ્દજ્ઞાનને સાથે જોડજે. ૮. એકથા મિત્રી કરીશ નહિ. કર તે આખા જગતથી કરજે. ૯ પરહિત એ જ નિજ હિત સમજવું અને પરદુઃખ એ પિતાનું દુખ સમજવું. સુખદુઃખ એ બંને મનની કલ્પના છે. ૧૦. ક્ષમા એ જ મોક્ષને ભવ્ય દરવાજો છે. સઘળા સાથે નમ્રભાવે વર્તવું એ જ ખરું ભૂષણ છે. શાન્ત સ્વભાવ એ સજજનતાનું ખરું મૂળ છે. ખરા સનેહી(પ્રેમી)ની ચાહના એ સજજનતાનું ખાસ લક્ષણ છે. છેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. નીતિના બંધન ઉપર પગ ન મૂકો. જીતેન્દ્રિય થવું. ગંભીરતા રાખવી.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy