SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ એ વાપરવશતા લાવી અ , ઉદકવો [ ૩૧૦ ] . શ્રી કÉરવિજ્યજી મનુષ્ય સુધા, તૃષા, આધિ, દારિદ્રય અને બંધીખાનાદિકવડે અને દેવતાઓ પરવશતા અને કિબિષણાદિકવડે અશાતા વેદનીય કર્મને અનુભવી (ભેગવી) ખપાવે છે. તેથી તેમને અકામનિર્જરા જાણવી. સકામનિર્જરા તો અનશન, ઊણાદરી, ભિક્ષાચર્યા (વૃત્તિસંક્ષેપ ), રસત્યાગ, કાયકલેશ (લેચાદિકવડે દેહદમન) અને પ્રતિસંલીનતા (કાચબાની પેરે અંગોપાંગને સંકેચી રાખવા) એ છ પ્રકારના બાઢતપ તથા પ્રાયછિત્ત; વિનય, વૈયાવચ્ચ, સઝાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ છ પ્રકારના અત્યંતર તપને તપતાં નિર્જરાભિલાષીને થવા પામે. મક્ષતત્ત્વ નિરૂપણનામા સપ્તમ અધ્યાય. ( જ્ઞાનાવરણાદિ ) ચાર ઘાતકર્મના (સર્વથા) ક્ષયવડે કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્તિને સમસ્ત કર્મનો ક્ષય થયે મેક્ષ રહ્યો છે. ક્ષીણકર્તાઓ ગૌરવ( ભારેપણા )ના અભાવે નીચા જતા નથી; યોગ પ્રયોગના અભાવથી તોછ જતા નથી, પરંતુ નિ:સંગતાથી મળ-લેપ વગરના તુંબડાની પેરે, ક—બંધનના છેદાવાથી એરંડના ફળની પેરે, પૂર્વ પ્રગથી ધનુષ્યમાંથી છુટેલા બાણની પેરે તથા ગતિ પરિણામથી ધૂમાડાની પેરે ઊંચા (ઊર્ધ્વગતિએ ) જ જાય છે અને લોક( આકાશ)ના અંતે રહે છે. ધર્માસ્તિકાયના અભાવથી આગળ (અલકમાં) ગતિ (ગમન) થવા પામે નહિ. (તેથી) ત્યાં જ (લેકના અગ્રભાગે જ) રહ્યા છતા શાશ્વત-નિરુપમ–સ્વાભાવિક સુખને અનુભવે છે. સુર, અસુર અને મનુષ્ય સંબંધી સર્વ કાળનાં એકઠાં કરેલાં ૧ છછું, અડ્ડમાદિ. ર જરૂર કરતાં ઓછો આહાર કરવો તે. ૩ પાપઆલેચના (આયણ). ૪ દેહાદિક મમત્વયાગ.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy