SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ , { ર૭૯ ] ૩૩ સહુ જગતના જી જીવવાની ઈચ્છા રાખે છે અને મરવું સૌને અનિષ્ટ લાગે છે તેમ છતાં મહાદેષકારી એવા અકાર્યમાં મૂઠ જ અજ્ઞાનવશ અધિક પ્રેરાય છે. હિંસા કરતાં અતિ ક્રોધ-કપાય જાગે છે અને દયા-દાનાદિક શુભ કાર્યથી બનશીબ રહેનાર નરકનાં ભારે દુઃખ પામે છે એમ સમજી આમાથી સજજને એવા હિંસા-આરંભથકી ખૂબ સાવધાનપણે દૂર ને દૂર રહે છે અને મીઠાં મધુરાં ફળને મેળવી શકે છે. ૩૪ હે પ્યારા ચિદાનંદ! દયારૂપી સુકાનીવાળા, વિવેકરૂપી કમાનવાળા, બે પ્રકારના તારૂપી બે બાજુ પાવડીઓ( હલેસા )વાળા, ચાર સારા દાંડાયુક્ત કૂવાથંભવાળા નાવમાં બેસી ભલા મનરૂપ માલિમ( પવન જાણનાર)ને જગાડીને, શુભ ધ્યાનરૂપ સઢને તાણી તૈયાર કરીને, શુભ પરિણામરૂપી તોપ લગાવીએ અને એવા નાવવડે મેહમયી નદીનો ઉતાવળે પાર પામીએ. ચિદાનંદજી મહારાજ કહે છે કે–એવી ખરી દયારૂપી નાવમાં બેસી, મોહમયી મહાભયંકર નદીનો વેગે પાર પામી શકાય, તેથી એ સુખકર ને દુઃખહર સાધનનો જ કલ્યાણાથી જીએ આશ્રય કરે. યુક્ત છે. ૩૫-૩૬ વિક્રમ સંવત્ ૧૯૦૬ ના સુખકારી વર્ષે, શ્રી ગૌતમસ્વામીના કેવળજ્ઞાનના દિવસે, ભાવનગરમાં શ્રી ગેડી પ્રભુને ભેટીને, તેમના પસાયે આ દયા છત્રીશીની રચના વિગેરે મારા મનની સઘળી આશ-ઈચ્છા સફળ થઈ છે એમ ગ્રંથને છેડે ચિદાનંદજી મહારાજ જણાવે છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy