SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૨૭૩] જાણવા. વ્યાખ્યાન-સભામાં નમ્રભાવે વિનયપૂર્વક બેસી જ્ઞાની ગુરુ સમીપે દયાનું વાસ્તવિક સ્વરૂપ પૂછી તે કહે તે ધારવું. જયાં પરમ પવિત્ર દયા-ધર્મનું તત્ત્વ–૨હસ્ય યથાર્થ જાણવાનું મળે તે કોડો ગ્રંથોના સાર-દોહનરૂપ સિદ્ધાન્ત જાણું તે હદયમાં અવધારીને તેમાં દઢ શ્રદ્ધા-પ્રતીતિ ઉપજાવવી. અન્ય જીના પ્રાણને નિજ પ્રાણ સમાન સમજીને આપણા ચિત્તમાં દયાભાવ પ્રગટાવવો એમ શ્રી ચિદાનંદજી મહારાજ સહુ જીવોને પરમ કરુણારસથી પ્રેરાઈને ઉપદિશે છે. ૧૮ અસંભવિત વાત કદાચ બને તો પણ હિંસાથી કદાપિ ધર્મ હોઈ ન શકે એમ જણાવે છે. સિદ્ધ થયેલ-મોક્ષ પામેલ જીવ ફરી જન્મ લે, કોઈ ઝેર ખાય છતાં જીવે–પ્રાણ ધારણ કરે, અચળ એ સુમેરુ કદાચ ડગે એમ માનીએ, વળી પૃથ્વી ઉંધી વળે અને આકાશને નાશ થાય તો પણ હિંસા યુક્ત કર્મ કરતાં ધર્મ-પુન્યલાભ થાય એમ કદાપિ ન માનવું; કારણ કે હિંસામાં ધર્મ માની મૂઢમતિ જીવો આત્મ-હાનિ કરે છે. એવી હિંસાની વાત કરનારને મિથ્યાત્વને ઉદય થયેલ સમજવો. પરના પ્રાણને નિજ પ્રાણ સમાન લેખી, ચિત્તમાં દયા–કોમળતા લાવવી જોઈએ એમ ચિદાનંદજી મહારાજ પ્રેમયુક્ત વચનેવડે ખરી વાત સમજાવે છે. ૧૯ જીવદયાના બે ભેદ: દ્રવ્યદયા ને ભાવદયા અથવા સ્વરૂપદયા ને હેતુદયા (તેમજ અનુબંધદયા ) જિનેશ્વર દેવે કહ્યા છે તેનું રહસ્ય સદ્ગુરુકૃપાથી પામી શકીએ. એટલા માટે સદાય સદ્દગુરુની સેવા-ઉપાસના કરવી, એવી ટેવ (ટેક)
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy