SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૨૬૫ ) સમાજની ઉન્નતિ માટે સમયેાચિત કેળવણીના પ્રચાર જિનેશ્વર પ્રભુએ એકાન્ત વિધિ-નિષેધ કરેલ નથી, એટલે આ કરવું જ અને આ ન જ કરવુ એવુ આગ્રહભર્યું. કથન ભગવાને નથી કર્યું; પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ તપાસીને જે કરવું–આદરવું ઘટે કે જે તજવું-પરિહરવુ ઘટે તે તે દંભ રહિત-સરલભાવે (નિષ્કપટપણે) જ આદરવું કે તજવું એવી પરમદેવ પરમાત્માની ખાસ આજ્ઞા લક્ષ્યમાં રાખવા યેાગ્ય છે, તે તરફ દુર્લક્ષ્ય કરવું ન જ ઘટે, ઉપરીક્ત આજ્ઞાને જ્યાં સુધી શુદ્ધ સરલભાવે અનુસરવામાં સહુ ચતુર્વિધ સ ંઘ-સાધુ સાધ્વી, શ્રાવક ને શ્રાવિકાએ સાવચેતી રાખતા હતા ત્યાં સુધી પ્રભુના પવિત્ર શાસનતંત્રને યથાશક્તિ ને ચથાયેાગ્ય અનુસરનાર ચતુર્વિધ સંઘ-સમાજ સારી ઉન્નતિવાળી સ્થિતિમાં બિરાજતે હતા—તેની ખાદ્ય આંતર સ્થિતિ ઉન્નત ને અમાધિત હતી; પરંતુ જ્યારથી પ્રભુની એકાન્ત હિતકારી આજ્ઞા તરફ મહ કે સ્વાર્થ અ ંધતાદિક અનેક ઔપાધિક કારણેાથી દુર્લક્ષ થયું ને વધતું ગયું ત્યારથી જ સમાજની અવનતિ શરૂ થઇ અને તે ઉત્તરાત્તર વધતી ગઇ. શાસ્ત્રકાર ઠીક જ કહે છે કે ' પવિત્ર શાસ્ત્ર-આજ્ઞાને આગળ કરતાં વીતરાગ પ્રભુને જ આગળ કર્યા લેખાય અને વીતરાગ પ્રભુને આગળ કરીને-સન્મુખ રાખીને પ્રત્યેક કાર્ય કરે તેમને નિયમા સર્વ કાર્યની સિદ્ધિ થાય જ. એથી ઊલટી દિશાએ સ્વચ્છંદતાવશ ચાલતાં પગલે પગલે સ્ખલના થવાથી કાર્યની હાનિ જ થવા પામે. જે સઘસમાજ પ્રથમ ઉન્નતિ પદે બિરાજતા હતા તે સંધ-સમાજ સાવ અવનતિનાં ખાડામાં પડી પાયમાલ થાય છતાં તેના
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy