SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ર૩૭ ] પણે તદ્દગત ઉપગ રાખીને, મનની સ્થિરતા જળવાય પણ અરુચિ, ખેદ કે કંટાળો ન આવે તેમ અન્યૂનાધિક, પ્રસન્નતાથી શામ્રાજ્ઞાપૂર્વક કરવા ઉત્તમ લક્ષ્ય રાખવું. જેથી સહેજે સ્વહિત સાધી શકાય. જેનાથી શાસનની લઘુતા થાય તેવી દરેક જાતની અશુદ્ધિ ટાળી. સ્વપ૨ ઉન્નતિકારકે સર્વ શુદ્ધિ યથાશક્તિ આદરવા માટે આગમમાં ગર્ભિત ઉપદેશ-સૂચન હોવાથી યથાસંભવ ખાનપાનાદિ પ્રસંગે પણ શુદ્ધિનો ખપ કરવો ઘટે છે. જે. ધ. પ્ર. પૃ. ૪૨, પૃ. ૨૫૧] મહાવીર પ્રભુના અનુયાયી તરીકે આપણી ફરજ. ત્યાગી-સાધુ તેમજ ગૃહસ્થાશ્રાવકમાત્રને પોતપોતાના અધિકાર મુજબ ધર્મ પાલન કરવા શાસ્ત્રકારોએ મર્યાદા બતાવેલી છે. તે મુજબ ભવભીર કે પાપભીરુ ત્યાગી સાધુસાધ્વીઓ તેમજ શ્રાવકશ્રાવિકાઓ પ્રથમથી જ પ્રમાદ રહિત ચાલતા આવ્યા છે અને પ્રભુની પવિત્ર આજ્ઞાના આરાધક બની સદ્ગતિના ભાગી થયા છે. વર્તમાન કાળે દુષમકાળના પ્રભાવથી આચારમાં ઘણી શિથિલતા થતી જાય છે. પ્રથમ પણ કવચિત્ તેવી શિથિલતા થયેલી ત્યારે કોઈ કોઈ સમર્થ જ્ઞાની મહાપુરુષોએ કિયાઉદ્ધાર કરી માર્ગ દીપાવ્યું હતું. શ્રીમાન હીરવિજયસૂરિના શાસનમાં થયેલા એક સમર્થ આચાર્યની આજ્ઞાથી તથા મહાપાધ્યાય શ્રીમાન યશોવિજયજી મહારાજની સહાનુભૂતિથી શ્રી સત્યવિજયજી પંન્યાસજીએ પણ તે જ કિયાઉદ્ધાર કર્યો હતો. જ્યારે જ્યારે આચારમાં ઘણું શિથિલતા વ્યાપે છે, ત્યારે ત્યારે કોઈ તેવા સમર્થ જ્ઞાની મહાપુરુષ પિતાના સંયમબળથી તેવી શિથિલતા દૂર કરી સંઘ-સમાજને સારી સ્થિતિમાં લાવી મૂકે
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy