________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૧૧ ] ભક્તિપ્રસંગે ગૃહસ્થને વિધિયુક્ત જળસ્નાનની જરૂર કહી છે, તેમ સ્વજીવનની સાર્થકતા કરવા અને તેને ટકાવી રાખવા જરૂર પૂરતા શુદ્ધ સાત્ત્વિક આહાર ન્યાયેાપાર્જિત દ્રવ્યર્ડ મેળવી લેવાની, સહુને આત્મતુલ્ય લેખવાની, પ્રિય અને હિતકર એવુ જ સત્ય ખેલવાની, દ્રઢતાપૂર્વક પ્રમાણિકતાનું ધારણ આદરીને તે પ્રાણાંત સુધી નભાવવાની, પરસ્ત્રીને માતૃતુલ્ય લેખવાની, પરિગ્રહની મમતા ટૂંકી કરી સતાષવૃત્તિ સેવવાની, ક્રોધાદિક દુષ્ટ કષાયેાને ઉપશમાવવાની, રાગ દ્વેષને પાતળા પાડવાની, કલેશ કંકાસ દૂર કરવાની, વગવિચાર્યા વચનવડે સ્વપરને પરિતાપ થતા અટકાવવાની, સાનુકૂળ કે પ્રતિકૂળ સયેગામાં થતાં હર્ષ ખેદથી ખચવાની, દ્વેષ ષ્ટિથી થતી પરિનંદાથી પરહેજ રહી શુદૃષ્ટિથી સદ્ગુણની પ્રશંસા કરવાની, શુદ્ધ સરલ પરિણામ આદરી રહેણીકહેણી એક સરખી રાખ વાની અને શુદ્ધ દેવાદિક તત્ત્વને યથાર્થ એાળખી તેના ઉપર અચળ શ્રદ્ધા-આકીન જાળવી રાખવાની અત્યંત આવશ્યકતા છે.
<
ર ગમે તેવાં કાળાં ધેાળાં કરી અર્થ(દ્રવ્ય ) મેળવી દાન પુન્ય કરી પવિત્ર થવાશે એમ કઇક મુગ્ધ જના માને છે. તે તા કાદવવડે અંગ લેપી પછી તેને જળવડે શુદ્ધ કરવા જેવુ મૂર્ખાઇભરેલું અને અહિતકારી કામ છે. એમ સમજી પપ્પા પાપ ન કીજીયે, (તે) પુન્ય કીધુ સા વાર’ એ વાત દિલમાં કારી રાખી કાઇ પણ પ્રકારની અનીતિ–પરવુંચતાદિકથી સદ ંતર દૂર રહેવુ જોઇએ, અને સન્નીતિ આદરી સરલ વ્યવહારી થવું જોઇએ.
૩ ખાનપાનના સંબંધમાં ચાકમાઇ સાચવવા પૂરતી કાળજી રાખવી જોઇએ.