SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ [ ૨૦૩ ] આપણી આધુનિક સ્થિતિ સુધારવા આપણે તરત શું શું કરવાની જરૂર છે? અંગકસરત–શરીરનું આરોગ્ય ટકાવી રાખવા સાધુને તેમજ ગૃહસ્થને અંગકસરત અનિવાર્ય જરૂરી છે. અંગકસરત અનેક રીતે થઈ શકે છે. જેને જે અનુકૂળ લાગે તે રીતે અંગસરત કરી શકાય છે. યોગી પુરુષે અનેક પ્રકારનાં યેગાસને સેવવાથી, યથાગ્ય મુદ્રાઓ કરવાથી તેમજ વિહારાદિક કરણ કરવાથી અંગને સારી રીતે કસી શકે છે. મન અને ઇન્ડિયાનું દમન થાય તથા પરિષહ અને ઉપસગે આવી પડે ત્યારે સ્વસંયમમાર્ગમાં અડગ અચળ સ્થિર રહેવાય તે રીતે પ્રમાદ-શિથિલતા દૂર કરીને પ્રથમથી જ શરીરને કસતા રહેવું જોઈએ. સુખશીલવૃત્તિ તજી સંયમમાં દ્રઢતા રાખવાની બહુ જરૂર છે. સુખશીલતાવંત ફૂલની માફક થોડો તાપ લાગતાં કરમાઈ જાય છે–સંયમમાં ટકી શકતા નથી, પણ અંગકસરતવડે તન-મન-વચનના બળને વધારી શકનાર સ્વસંયમમાર્ગમાં વજની જેમ દ્રઢ-મકકમ રહી શકે છે. A Sound Body has a Sound Mind. નિરોગી શરીરવંતને પ્રાય: નિરોગી આનંદી–પ્રસન્ન મન હોય છે. એ વાતનો પૂરો ખ્યાલ કરી શકનાર અંગકસરતની ખરી કિસ્મત સમજી શકે છે. કપત્રમાં સિદ્ધાર્થરાજ કેટલી અંગકસરત કરતા હતા તે આપણે વાંચીએ અને સાંભળીએ છીએ તેમ છતાં તે વાંચનશ્રવણની સાર્થકતા તો વિરલા જ કરતા જોવાય છે. દેવવંદન, ગુરુવંદન, તીર્થયાત્રા, સામાયિક, પ્રતિક્રમણાદિક ધર્મકરણી જે બરાબર શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રમાદ રહિત કરવામાં આવે છે તેથી પણ અંગને સારી કસરત મળી શકે તેમ છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy