SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૦ ] શ્રી કરવિજયજી શકતો નથી, તેથી તે સમયે હર્ષ–શેક કરવો ન જ ઘટે. સમજ્યારે એ જ સાર છે. . ૧૪. વિધિએ લખેલ લેખ દેવ પણ મિથ્યા કરી શકતો નથી, ૧૫ ચંદ્ર-સૂર્યને રાહુની પીડા, હાથી તથા સને બંધન અને મતિમાનને નિર્ધનતા જોઈ મને નિશ્ચય થાય છે કે કર્મરાજા મહાબળવાન છે. ૧૬. રાજા તુષ્ટમાન થયેલ હોય તે પણ સેવકને ભાગ્યથી કંઈ વધારે આપી શકતો નથી. વષાદ સદા વધે છે તે પણ ખાખરાને ત્રણ પત્ર જ હોય છે, ૧૭. અશ્વ, હસ્તી કે વાઘનું કઈ બલિદાન નથી કરતું, બકરાનું જ કરાય છે, તેથી દૈવ-વિધિ દુર્બળનો ધાતક જણાય છે. ( ૧૮. ઉપરની હકીકત વાંચી જાણ નિરાશ ન થતાં તેને પ્રતીકાર તપ–જપ-ધ્યાન સમતા સહ કરવા સુજ્ઞજનોએ જરૂર પ્રયત્ન કરે ઘટે. " ૧૯ જૈન દર્શન સ્યાદ્વાદ-અનેકાન્તવાદને બંધ કરે છે. કઈ પણ કાર્ય પંચ સમવાય-કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વ કર્મ અને પુરુષાર્થ વેગે સિદ્ધ થાય છે એમ માને છે. તેમાં પણ પુરુષાર્થની પ્રધાનતા એટલા માટે કહી છે કે તે આપણે સ્વાધીન છે ત્યારે બીજા અદશ્ય છે. ૨૦. જે કામ બળથી થઈ ન શકે તે કળથી–કુનેહથી સહેજે થઈ શકે છે. ૨૧. આળસ-પ્રમાદ સામે કોઈ પ્રબળ શત્રુ નથી. પુરુષાર્થ ગે તેને પરાભવ કરી, સ્વઈચ્છિત ફળ-પ્રાપ્તિ કરી શકાય છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy