SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [૧૮૭ ] નથી આવતી. એટલે તેઓ થોડામાં ઘણું માની ફુલાઈ જાય છે અને પોતાની બડાઈ હાંકતા છેવટે અનેકાન્તદષ્ટિનો નાશ જ કરે છે. શાસ્ત્રપ્રરૂપણના અધિકારી થવા માટે આવશ્યક ગુણ ભાવાર્થ –કોઈ માત્ર શાસ્ત્રભકિતથી પ્રેરાઈ તેની પ્રરૂપણાને અધિકાર પતામાં માને છે અને કોઈ ડું જ્ઞાન થયું એટલે તેનો અધિકાર પાતામાં માને છે તે બંનેને લક્ષીને ગ્રંથકાર કહે છે કે શાસ્ત્રની યથાવત્ પ્રરૂપણાનો અધિકાર મેળવવા માટે તનું પૂર્ણ અને નિશ્ચિત જ્ઞાન જોઈએ. એ કાંઈ શાસ્ત્રની ભક્તિથી કે તેના થોડાઘણું જ્ઞાનથી સિદ્ધ થતું નથી, કારણ કે ભક્તિ છતાં ઘણામાં શાસ્ત્રનું જ્ઞાન નથી હોતું અને શાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર બધા જ કાંઈ નિયમથી પ્રરૂપણા કરવાની લાયકાત શાસ્ત્રજ્ઞોમાં પણ વિરલને જ હોય છે કે જેઓ અનેકાન્તદષ્ટિને સ્પશનારા હોય છે. તોના પૂર્ણ અને નિશ્ચિત જ્ઞાન માટે શું કરવું ? ભાવાર્થ સૂત્રજ્ઞાન એ અર્થનું પ્રતિપાદક હાઈ તેને આધાર છે ખરે પરંતુ માત્ર સૂત્રપાઠથી અર્થનું પૂર્ણ અને વિશદ જ્ઞાન થઈ શકતું નથી. એવું જ્ઞાન ગહન નયવાદ ઉપર આધાર રાખતું હોવાથી તેને મેળવવું કઠણ છે. જે નયવાદમાં બરાબર પ્રવેશ થાય તો જ એવું જ્ઞાન સુલભ થાય તેથી જે તોનું પૂર્ણ અને વિશદ જ્ઞાન મેળવવા ઈ છે તેણે સૂત્રપાઠ શીખી લીધા પછી તેનો નયસાપેક્ષ પૂર્વાપર અવિરુદ્ધ અર્થ જાણવા માટે પ્રયત્ન કરવો જ જોઈએ. જેઓ એમ નથી કરતા અને અકુશળ છતાં ધૃષ્ટ થઈને શાસ્ત્ર પ્રરૂપણ કરે છે તેઓ પ્રવચનને બીજાની દ્રષ્ટિમાં ઉતારી પાડે છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy