SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] શ્રી કરવિજયજી સદગુરુ એજ પરમગુરુ અને સદ્દગુરુ એ જ પ્રત્યક્ષ અરિહંત સમાન છે, એમ કયારે યથાર્થભાવે જાણવામાં આવશે? મારા પિતાના દેષ જેવાની અને અન્યના ગુણ ગ્રહણ કરવાની બુદ્ધિ કયારે ઉત્પનન થશે ? મારા આત્મદ્રવ્યની અને પરમાત્માના આત્મદ્રવ્યની એક્યતા, જિનપદ અને નિજ પદની એકયતા અને પરમાત્માના ગુણ જોઈ મારામાં તે ગુણેની ઉત્પત્તિ ક્યારે થશે? સર્વ જીવ સરખા છે, સર્વ જીવ નિશ્ચયથી સ્વભાવે શુદ્ધજ્ઞાન સ્વરૂપ, શુદ્ધ ચારિત્ર સ્વરૂપ અનંત ઉગમય અને અનંત શકિતવંત છે પણ કર્મરૂપ શત્રુના સંગથી મલિન દેખાય છે, એમ જાણું કર્મને નાશ, કર્મને ત્યાગ ને કર્મ ઉપર અભાવ જ્યારે ઉત્પન્ન થશે ? ને સર્વ જીવ ઉપર સમભાવ કયારે આવશે? હે પ્રભુ! આ ભાવનાઓ, આ મનોરથો ને આ વિચારે ક્યારે પૂર્ણ થશે ? ને મનુષ્યભવનું સાર્થકપણું કયારે થશે ? નવ તત્તવમાંથી બે જાણ, ચાર છાંડી, ત્રણને ગ્રહણ કરવા કયારે યત્ન કરીશ? હું હમણા સંવરમાં છું કે આશ્રવમાં છું? હું હમણું નિર્જરા કરું છું કે નહિ ? હું હમણું આશ્રવને ત્યાગ કરું છું કે નહિ ? હું હમણાં અનિત્ય અશરણાદિ ભાવનાનું ચિંતવન કરું છું કે નહિ? એમ વારંવાર મને કયારે ભાન થશે? હું કોણ છું? હું કયાંથી થયે? મારું સત્ય સ્વરૂપ શું છે? હું કયાંથી આવ્યો ને કયાં જઈશ? મારું શું થશે? આ શરીર શું છે? આ દુનિયા શું છે? આ કુટુંબ કોણ છે ? ને મારા સંબંધ કેમ થયે? એ સંબંધ સત્ય છે કે અસત્ય ? એ ત્યજું કે રાખું ? આવા વિચારો
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy