SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૧૫૭ ] ઘણું ગુણદાયક છે. એટલે જેનું ચારિત્ર ગુલાબના અત્તર સમું સુવાસિત છે તે જ ખરું ભણ્યો અને તે જ સાચું ધન કમાયે.” શ્રેષ્ઠ–ઉજવળ ચારિત્ર જ માણસને દેવદુર્લભ વૈભવ છે. શુદ્ધ નિર્દોષ ચારિત્ર વગરનો ગમે તેટલે બાહ્ય વૈભવ કેસુડાનાં ફૂલ જે નિર્ગધનહિવત છે. એ જ વ્યક્તિનું મહાવળ તપ અને પરમ બળ અનેકને આકર્ષે છે–નમાવે છે. તેવું ઉજવળ ચારિત્ર પ્રાપ્ત કરી લેવું તે સહુ સજજનનું પરમ કર્તવ્ય છે. બહુ ભણેલા સૌ ચારિત્રસંપન્ન જ હોય તેમ કહી ન શકાય અભણ કે ઓછું ભણેલા સહુ ચારિત્રહીન જ હોય તેમ કહેવાની, ધૃષ્ટતા ન જ કરાય. અભણમાંથી પણ કંઈક વ્યક્તિઓ ઊછળ ચારિત્રશીલ થઈ જાણું છે. ચારિત્રને હદય સાથે ગાઢ સંબંધ છે, કેવળ બુદ્ધિ સાથે નહિ. દેહ નીરોગી કે બળવાન બને અને બુદ્ધિ તીક્ષણ–તેજસ્વી બને એ ઈચ્છવાજોગ છે, પણ ઉજવળ ચારિત્ર વગર તે સંધ્યાના રંગસમા ક્ષણિક-આકર્ષક છે. ચારિત્ર વગરનું કેવળ બુદ્ધિબળ વિશ્વાસલાયક નથી. તે અધર્મ – અનાચારમાં પરિણમી ભારે અનર્થ પણ કરી બેસે. એટલે ચારિત્ર જ સર્વસ્વ છે. તે વગર બુદ્ધિબળ કે દ્રવ્ય-સંપત્તિ નિર્માલ્ય અને નિસ્તેજ જેવાં દેપાય છે. ચારિત્રને એવો ઉજવળ પ્રભાવ જાણી તેને અવશ્ય આદર કર ઘટે છે. પ્રેમ. પ્રેમ એ હૃદયની વસ્તુ છે, આત્માનું સત્વ છે. એ કંઈ બાહા ચેષ્ટારૂપ નથી. એ તે અંતરની દિવ્ય સમૃદ્ધિ છે. ” એથી એ અપનાવવા ગ્ય છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy