________________
[ ૧૩૨ ]
શ્રી કપૂરવિજયજી ૧૬ જ્યાં સુધી મન પારકા ગુણદોષ કથામાં ચપળ રહે ત્યાં સુધી તે મનને વિશુદ્ધ ધ્યાનમાં પરોવી દેવું શ્રેયકારી છે.
૧૭ શાસ્ત્રાધ્યયન અને અધ્યાપનમાં ( શાસ્ત્ર ભણવા ભણાવવામાં), આત્મચિન્તવનમાં તથા ધર્મોપદેશ દેવામાં સદા સર્વદા પ્રયત્ન કરવો હિતકારી છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૨૮૮]
સવિવેક.” તુચ્છ વિષયસુખાદિક બાહા ભાવને ઈછત અને તેની પાછળ લાગતે જીવ સદ્દવિવેકથી સૂકે છે અને ઉચ્ચ પ્રકારના આત્માના શુદ્ધ સ્વભાવની ગવેષણા-વિચારણા-અભિલાષાભાવનાપૂર્વક અભ્યાસ (પુનઃ પુન: રટણ) કરનારો જીવ વિવેકથી ચૂકતા નથી.
જે કુશળ આત્મા આત્માને વિષે આત્માના ષ કારકોને સારા પ્રકારે જોડી રાખે છે તેને જડ–પુદ્ગલના સંગ-પ્રસંગ કે આસક્તિ જનિત અવિવેક-જવર પરાભવ પમાડી શક્તા નથી. તે જળકમળની પેરે ન્યારે-નિલેપ રહી સહેજે આત્મરમણતા સાધી શકે છે.
તથાવિધ આત્માના છ કારક ૧ રાગદ્વેષ કષાયથી દૂર રહી, સચિદાનંદરૂપ નિજ સ્વભાવમાં
રમણ કરનાર અંતર આત્મા યા વિવેકાત્મા. ( કર્તા). ૨ રાગ-દ્વેષ-કષાયપરિણતિરૂપ બહિરાત્મ ભાવને તજ
તે (કર્મ).