SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૬ ] શ્રી કપૂરવિજયજી ઉપદેશમાળામાંના હૈયે ધરવા યાગ્ય અમૃતવચન, ૧ ઉપગાર કરવામાં જેની મતિ છે અથવા ઉપગાર જેને વિસરતા નથી—એવા એ જતા પૃથ્વીને ધારે છે અથવા એમના આધારે પૃથ્વી ટકી રહી છે. ૨ મહાન્ પુરુષાનાં હૃદય વા કરતાં કઠણ અને કમળ કરતાં કામળ હાય છે. સત્ય-નિપુણ પ્રતિજ્ઞા પાલનમાં મહુ મજબૂત છતાં દયા બહુ હાય છે. ૩ પાછલી અવસ્થામાં પણ વૈરાગ્યરગિત થઇ, ચારિત્ર ધર્મ આદરી તેનુ અખંડ પાલન કરે છે તે મહાનુભાવા શીઘ્ર ભવસાગરને તરે છે. ૪ જેમ ચક્રવર્તી ક્ષણવાર વિશાળ રાજયઋદ્ધિ તજી દે છે, તેમ અત્યંત દુ:ખિત છતાં માહાન્ધ ભિખારી ભિક્ષા માગવાનુ એક તુચ્છ ખપ્પર પણ તજી શકતા નથી. પ નિષ્પાપ મનવાળા કેાઈને કશી પ્રતિકૂળતા ઉપજાવતા જ નથી. ૬ કેમકે તે પાપકર્મના કટુંક વિપાકને સારી રીતે સમજી શકે છે. ૭ સ્વાધીનપણે તપસયમવડે આત્માને ક્રમવા સારા, કેમકે એથી વધળ ધનાદિકવડે પરવશપણે દમાવું ન પડે, એટલું જ નહીં પણ આ લાકમાં અને પરલેાકમાં સુખશાન્તિ પમાય. ૮ જે અમૂલ્ય મહાત્રતાને તજી વિષયસુખને ઇચ્છે છે તે કમનશીબ સાધુ કેટિમૂલ્ય રત્ન વેચીને તુચ્છ કાકણી ખરીદી લે છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy