SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૭ : [ ૫૧ ] પ્રથમ ૧૮–ચેતનાના ભેદ કહે? ઉત્તર–૧ જ્ઞાનચેતના અને ૨ અજ્ઞાનચેતના. અજ્ઞાન ચેતનાના બે ભેદ છે. ૧ કર્મચેતના અને ૨ કર્મફળચેતના. તેમાં રાગદ્વેષભાવે જીવને પરિણામ તે કર્મચેતના અને શુભાશુભ કર્મફળનું વેદવું તે કર્મફળચેતના જાણવી. શુદ્ધ ઉપગરૂપ જ્ઞાન–ચેતનામાં ભેદ નથી. પ્રકન ૧૯–ત્રણે કાળ સંબંધી પાપકર્મ કેમ ટળે? ઉત્તર-પૂર્વભવગત પાપ, નિંદા-ગહરૂપ પ્રતિક્રમણવડે, વર્તમાન પાપ–સંવર-સામાયિકાદિક સેવનવડે અને અનાગતઆગામી પાપકર્મ તથાવિધ વ્રત-પચ્ચકખાણ સમજપૂર્વક આદરી તેને યથાવિધિ પાળતા રહેવાથી પાપકર્મ ટળે. પ્રન ૨૦–ચાર પ્રકારે વ્યવહાર છે તે કયા? ઉત્તર–૧ અનુપચરિત સભૂત (શુદ્ધ) વ્યવહાર તે અનંત જ્ઞાન-દર્શનાદિ આત્માની સહજ શુદ્ધતારૂપ, ૨ ઉપચરિત સભૂત વ્યવહાર તે ક્ષપશમિક જ્ઞાન-દર્શનાદિ રૂપ, ૩ અનુપચરિત અસભૂત વ્યવહાર તે જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મફળનું આત્મપ્રદેશે અવસ્થાનરૂપ અને ૪ ઉપચરિત અસદભૂત વ્યવહાર તે લૌકિક માન્યતા, દેશાચાર રૂદ્ધિ, જ્ઞાતિપંચાદિના નિયમ(બંધારણ)રૂપ તથા અનાદિ કાળથી જીવને લાગેલી પરવસ્તુગત મારાપણાની બુદ્ધિરૂપ સ્ત્રી, પુત્ર, બંધુ, માતા-પિતા, શત્રુ, મિત્ર, ઘર, હાટ, વસ્ત્રાદિરૂપ. પ્રશ્ન ૨ –ત્રિવિધ સંસારી જીવને નામનિર્દેશ કરે. ઉત્તર–૧ ભવાભિનંદી, ૨ ૫ગલાનંદી અને ૩ આત્માનંદી.
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy