SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૮ ] શ્રી કપૂરવિજયજી પારમાર્થિક આધ ૧. સંચમી મુનિ ધનિકને તેમજ ગરીમને સરખી રીતે ઉપદેશ આપે છે. ૨. ખંધાયેલાને મુક્ત કરનાર વીર પ્રશંસાપાત્ર છે. ૩. વિષયમાં મૂઢ માણુસ ધર્મને જાણી શકતા નહીં હાવાથી જન્મ–જરા–મૃત્યુને વશ રહે છે. વિવિધ વાસનાઓથી વાસિત તે જીવ ફીક્રીને ગર્ભોમાં આવે છે. ૪. વીર પુરુષે વિષયસંગથી પ્રાપ્ત થતાં ધનના સ્વરૂપને અને પરિણામે થતાં દુઃખ-શાકને જાણીને સંયમી થવું અને મેાટાં નાનાં બધી જાતનાં રૂપામાં વૈરાગ્ય ધારણ કરવા. હૈ ભવ્યાત્મન્ ! જન્મ અને મરણને સમજીને તું સંયમ સિવાય અન્ય તરફ ન જા; ર્હિંસા ન કર કે ન કરાવ; તૃષ્ણાથી નિવેદ પામ; સ્ત્રીઓથી વિરક્ત થઇ ઉચ્ચદશી થા; તથા પાપકમાંથી વિરામ પામ. સંસારના આંટા ફેરા સમજીને રાગ-દ્વેષથી અસ્પૃષ્ટ રહેતા પુરુષ આ સંસારમાં કશાથી છેદાતા-ભેદાતાખળાતા કે હણાતા નથી. ૫. માયા વિગેરે કષાયાવાળા તથા વિષયાસક્તિરૂપી પ્રમે દથી યુક્ત મનુષ્ય ફરી ફરીને ગર્ભ માં આવે છે, પરંતુ શબ્દ અને રૂપમાં તટસ્થ રહેતા, સમજદાર, સરળ અને મૃત્યુથી ડરતા મનુષ્ય જન્મ-મરણથી મુક્ત થઇ શકે છે. તેવેા માણસ કાર્યોમાં અપ્રમત્ત, પાપકર્મ થી ઉપરત, અશુભ કર્મોથી આત્માનુ સર્વ પ્રકારે રક્ષણ કરવામાં કુશળ તથા સંસારને ભયસ્વરૂપ સમજનારા અને સંયમી હાય છે. ૬. લાકમાં જે અજ્ઞાન છે તે અહિત માટે છે. દુ:ખ માત્ર
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy