SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૦ ] શ્રી કરવિજયજી થઈ રહે છે. એવા યોગીજન આવા શુદ્ધ પરમાત્મસ્વરૂપને સાક્ષાત્ જાણુને અનુભવે છે. એવી દુષ્કર કરણી પરમપુરુષાર્થ સાધ્ય છે. - ૧૩. ચિદાનંદમય, શુદ્ધ-નિર્વિકાર, નિરાકાર, સર્વ આધિવ્યાધિ રહિત, અનંત અક્ષય સુખસંપન્ન, તથા સર્વ સંગઆસક્તિ રહિત સર્વ એ પરમાત્મસ્વરૂપ દર્શાવ્યું છે. ૧૪. નિશ્ચય કરી આ આપણે આત્મા સમસ્ત લેકપ્રમાણુ અસંખ્ય પ્રદેશવાળો છે અને વ્યવહાર દષ્ટિથી નિજ નિજ શરીરવ્યાપી જ છે એમ સર્વએ નિઃશંક વખાણ્યો છે. ૧૫. ઉપરોક્ત શુદ્ધ પરમાત્મસ્વરૂપ જે ક્ષણે સાક્ષાત દેખાય–અનુભવાય છે તે જ ક્ષણે સર્વ રાગાદિક વિકારજનિત આકુળતા રહિત નિર્વિકલ્પ સમાધિવડે સ્થિર-શાન્ત થઈ સ્વસ્થ-પ્રસન્નચિત્ત ને નિશ્ચળ ચોગી આત્મા થઈ રહે છે. ૧૬-૧૯. તે પરમ ધ્યાની ચગી પોતે જ પરમબ્રહ્મ તથા ઘાતિયાં કર્મને જીતવાથી જિનરાજ, શુદ્ધ આત્મસ્વરૂપ થવાથી પરમતત્વ, તથા જગતમાત્રના હિત–ઉપદેશક થઈ જવાથી પરમગુરુ, સર્વપ્રકાશક થવાથી પરમતિ , સર્વઘાતિયાં કર્મને સર્વથા ક્ષય કરવા સમર્થ થયાથી પરમતપ, ધ્યાન-ધ્યાતા અભેદરૂપ થયાથી શુકલધ્યાનરૂપ પરમધ્યાન એવું પરમાત્મસ્વરૂપ થઈ જાય છે. તથા તે પરમાગી, પરમ સુખ આનંદ )મય, સર્વ કલ્યાણ-મંગળરૂપ, સર્વ સુખભેગી, શુદ્ધ જ્ઞાનસ્વરૂપ અને પરમ શાન્તિમય થઈ જાય છે. તેમ જ તે પરમાગી પરમ સુખદાયક અને પરમ ચૈતન્ય પ્રમુખ અનંત ગુણને સાગર બની રહે છે.
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy