SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૪ ] શ્રી કપૂરવિજયજી નિત્ય સુખી એવા શુદ્ધ–નિર્દોષ સાધુની દશા. ક્ષણિક એવા શબ્દાદિ વિષયના પરિણામને દુ:ખદાયી જાણીને અને સંસારમાં રાગદ્વેષથી થતા દુ:ખાને સમજીને જે પાતાના શરીર ઉપર પણુ રાગ કરતા નથી, શત્રુ ઉપર પણ દ્વેષ કરતા નથી અને રાગ, જરા તથા મરણના ભયથી વ્યથા પામતા નથી તે સાધુ નિત્ય સુખી છે. ધર્મ ધ્યાનમાં મગ્ન, ત્રણ દંડથી મુક્ત, ત્રણ ગુપ્તિથી સુરક્ષિત તથા ઇંદ્રિયા, પરીસહા અને કષાયાને જીતેલા, સર્વ પ્રપંચરહિત એવા મહાત્મા-સાધુ સુખસમાધિમાં મસ્ત બન્યા રહે છે. વિષયસુખથી વિરક્ત અને પ્રશમાદિ ગુણથી વિભૂષિત સાધુ જેવા ઉદ્યોત કરે છે તેવા ઉદ્યોત સૂર્યના સઘળાં કિરણા પણ કરી શકતા નથી. પ્રશમગુણુને ખૂબ પ્રેમપૂર્વક સેવનારા સાધુ જે સહજ આત્મશાંતિ મેળવે છે તેવી શાંતિ અન્ય સાધુ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપોબળયુક્ત હોય પરંતુ પ્રશમ-સમતારહિત હાય તા મેળવી શકતા નથી. સમ્યગ્દર્શન અને જ્ઞાનયુક્ત સાધુ સંયમ, તપ, ધ્યાન અને ભાવના ચેાગવડે અઢાર હજાર શીલાંગને સુખે સાધી શકે છે. દવિધ યતિધર્મ, પૃયાદિક દશ પ્રકારની હિંસાથી વિરમવું, પાંચ ઇંદ્વિચાના વિષયેામાં અનાસક્તિ, આહારાદિ ચાર સજ્ઞાના જય, મન, વચન, કાયાથી કરવા કરાવવા અને અનુમેદવાવડે કરીને અઢાર હજાર શીલાંગની રચના થઇ શકે છે. ૧૦×૧૦×પ×૪*૩*૩=૧૮૦૦૦ શીલાંગ એ રીતે થાય છે. સાધુપુરુષાને સુગમ એવા શીલસમુદ્રને પાર પામીને ધર્મધ્યાનને પ્રાપ્ત થયેલા એવા મુનિજના ખરા વૈરાગ્યને પામે છે. [ જૈ. ૧. પ્ર. પુ. ૪૯, પૃ. ૧૦૮ ]
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy