SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૭૮ ] શ્રી કરવિજયજી | ગમે તે રીતે વધતે જતે સ્વેચ્છાચાર અટકાવવો જ જોઈએ. એગ્ય સાધુ સાધ્વીઓ પ્રત્યે ઉક્ત વંદન-મર્યાદાનું પરિપાલન નહિ કરવાથી થતાં દેષ યા અનર્થો શાસ્ત્રકાર પિતે જ વર્ણવી દેખાડે છેઉક્ત કૃતિકમની મર્યાદાનું પાલન નહિ કરવાથી થતાં દોષે – (૧) સ્વચ્છંદતાથી સગુણ સાધુજનોને વિનય નહી કરવાથી વખતેવખત માન-અહંકાર-સ્વઉત્કર્ષ-આપબડાઈ થાય છે, અને તેની સાથેસાથે ઘણા પુરુષનું અપમાન થાય છે. (૨) એવા સ્વછંદ આચરણથી નીચ ગોત્રકર્મ બંધ થાય છે અને પોતે જ હીણપત, લઘુતા ને હેલનાને પાત્ર થાય છે. (૩) વળી એથી શાસનની નિંદા પ્રવર્તે છે કે “તેઓ એક બીજાની વંદનમર્યાદા પણ સાચવતા નથી, તેમ જ તેઓ લોકરૂહીને પણ સમજતા નથી.” વિગેરે. (૪) એ રીતે શાસનને ઉડ્ડાહ કરાવવાના પિતે નિમિત્તરૂપ થતા હોવાથી અને પ્રભુના હિતવચનોને અનાદર કરી સ્વેચ્છામાર્ગ પ્રવર્તાવવાથી તેમ જ સ્વાશ્રિત જનેને તે જ મિથ્યામાર્ગ બતાવી ચળાવવાથી મિથ્યાત્વમેહનીયકમ ઉપાર્જન કરી તેને નિકાચીત કરે છે. (૫) આવા આપખુદ–સ્વછંદ વર્તનથી ભવભ્રમણરૂપ સંસારની વૃદ્ધિ થાય છે, પછી કેમે કરી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. - ઉકત મહાપુરુષના પ્રામાણિક હિતવચનને હૈયે ધરી છે કેઈ યથાયોગ્ય વંદન-મર્યાદા પાળવા તત્પર રહેશે તે પરિણામે સુખી થશે. [ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૮૪]
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy