SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૪ ]. શ્રી કરવિજયજી પરિણામને દૂરથી ત્યાગે છે. જેમ પથ્થરમાં પાણી પ્રવેશ કરી શકતું નથી તેમ અવિનયી કઠોર પરિણામીના હૃદયમાં સદ્દગુરુને ઉપદેશ પ્રવેશ કરી શકતો નથી. જે પાષાણુ તથા લાકડું નરમ હોય છે તેને કાગળ જેટલું પણ કરવું હોય તો તેમ થઈ શકે છે, પણ જે કઠેર હોય છે તે શિલ્પીની મરજી મુજબ નહીં કરાતાં ગમે તેમ તૂટી જાય છે, તેવા પાષાણ કે લાકડાના ઘાટ બની શકતા નથી, તેમ કઠોર ઉદ્ધત સ્વભાવવાળાને ગ્ય શિક્ષા લાગતી નથી. પિતાની મરજી મુજબ સ્વછંદપણે વતે છે, તેથી તેનામાં ઉત્તમ પુરુષને યેગ્ય ગુણે આવતા નથી. ધંધા-રોજગારમાં પણ તે કુશળતા મેળવી શકતો નથી. અભિમાની માણસ કઈને વહાલે લાગતું નથી. અભિમાનીને ઘણું દુશ્મને સહેજે બને છે. અભિમાની પરકમાં પણ અધોગતિ પામે છે અને જ્યાં ત્યાં તિરસ્કારને પાત્ર થઈ પડે છે, માટે હે સજજને ! કઠેર અભિમાની સ્વભાવ છોડી હમેશાં મૃદુતા–નમ્રતા આદરે. ૩. આજવ–કપટ સર્વ અનર્થનું મૂળ છે. પ્રીતિ અને પ્રતીતિનો નાશ કરનાર છે. કપટમાં અસત્ય, છળ, નિર્દયતા, વિશ્વાસઘાતાદિક ઘણા દેષ હોય છે. કપટીમાંથી સારા ગુણે ચાલ્યા જાય છે ને તે દેષને ભંડાર બને છે, તેમ જ મરણ પામી નરક યા તિર્યંચગતિ પામે છે. સરલ સ્વભાવી જીવમાં અનેક ગુણ વસે છે. તે સર્વની પ્રીતિ ને પ્રતીતિનું પાત્ર બને છે. પરલેકમાં પણ સર્વ દેવોને પૂજ્ય ઈબ્રાદિકની પદવી પામે છે. તે માટે કપટવૃત્તિ તજી, સરલ પરિણામી–સ્વભાવી થવામાં જ આત્મહિત રહેલું છે.
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy