SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૦ ] થી કપૂરવિજયજી - પ. ધ્યાનને અભ્યાસ કરી પ્રત્યેક વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે સમજવાને વિવેક-શક્તિને બનતો વિકાસ સાધવે. ૬. ત્યાગવૃત્તિ દ્વારા સંતોષ અને સહનશીલતાને વધારવા. આ ઉપર કહેલા તત્વના આધાર ઉપર આવશ્યક ક્રિયાને મહેલ ઊભો છે, તેથી શાસ્ત્રકાર કહે છે કે–આવશ્યક ક્રિયા” આત્માને પ્રાપ્ત ભાવ(શુદ્ધિ)થી પડવા દેતી નથી. તેને અપૂર્વ ભાવની પણ પ્રાપ્તિ કરાવે છે. અભ્યાસને ભાવપૂર્વક કરાતી ક્રિયાવડે પતિત આત્માની પણ ફરીથી ભાવ–વૃદ્ધિ થવા પામે છે. આ કારણે ગુણેની વૃદ્ધિ અર્થે તથા પ્રાપ્ત ગુણોથી ખલિત નહીં થવા માટે ઉક્ત (કેસર) ભાવ–આવશ્યકનું આચરણ અત્યંત ઉપયોગી છે. આરોગ્ય માટે મુખ્ય માનસિક, પ્રસન્નતા જોઈએ. યદ્યપિ એવા અનેક સાધન છે કે જેના સેવનવડે ઓછીવત્તી મનની પ્રસન્નતા થાય છે, પણ વિચારપૂર્વક જેવાથી એ માલુમ પડે છે કે-સ્થાયી માનસિક પ્રસન્નતામાં પૂર્વોક્ત ત કે જેના ઉપર આવશ્યક ક્રિયાનો આધાર છે તે તના દઢ આલંબન વગર કેઈપણ પ્રકારે પ્રાપ્ત થઈ શકતી નથી, તેથી તેની વિશેષતા છે. ભાવ આવશ્યકના અધિકારી વ્યવહારનિષ્ટ હોય છે. વ્યવહારમાં આરોગ્ય, કટુંબિક નીતિ, સામાજિક નીતિ ઇત્યાદિ વિષય સંમિલિત છે. આરોગ્ય માટે આગળ યાચિત સૂચના કરી છે. તેનું મનન કરી બને તેટલે તેને આદર કર ઘટે છે. કેબિક નીતિને મુખ્ય ઉદ્દેશ કુટુંબને સંપૂર્ણપણે સુખી બનાવવાનું છે. તેના માટે નાના-મોટા સર્વમાં એક
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy