SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૭ : [ ૧૮૧ ] વાનું રાખે છે તેના શરીર તદ્દન નાજુક-માંદલાં જેવાં રહે છે. તેમને ઘણે ભાગે પાચનક્રિયા મંદ રહેલી હોવાથી અનેક જાતની ઉત્તેજક દવાઓ લેવી પડે છે. તેમાં પુષ્કળ દ્રવ્યને વ્યય કરવા છતાં, તેમની તબીયત ઠીક રહી શકતી નથી. તેઓની બદહજમીની ફરિયાદ કાયમ રહ્યા કરે છે. જાતમહેનત કરવાની ટેવ પાડવાથી તેમની એ બધી ફરિયાદને પ્રાય અંત આવી જાય છે. જાતિઅનુભવથી તેની ખાત્રી કરી શકાય છે. ૧૦. દરેક ધાર્મિક કરણી યથાવિધિ સાવધાનતાથી કરવાવડે સુજ્ઞ ભાઈ–બહેને ધારે તે અંગકસરતનો અપૂર્વ લાભ સહેજે મેળવી શરીર–આરોગ્ય સાચવી શકે છે. ' ૧૧. પદ્માસનાદિક ધ્યાનનાં આસનને અભ્યાસ–મહાવરો રાખવાથી અને શુદ્ધ દેવગુરુના ઉત્તમ ગુણેનું ધ્યાન એકાગ્રતાવડે કરવાથી મન ને વચનને જય થવાને અંગે તનમનની શુદ્ધિ થતાં પ્રસન્નતા વધે છે. ૧૨. ચિત્તની પ્રસન્નતા બની રહેવાથી અનેક લાભ થાય છે, રેગે ટળે છે, નવા રોગ થતા નથી અને આત્માનું સહજ સ્વાભાવિક સુખ અનુભવાય છે. નકામા સંકલપ-વિકલપો શુભ ધ્યાનબળથી શમાવી દેવાથી એ અપૂર્વ ફળ મળે છે. ૧૩. શુભ ધ્યાનની પુષ્ટિ માટે ઉપવાસાદિક બાહા તપની પણ ખાસ જરૂર છે. ખેટી બાબતે તજવાથી એ સહેજે બને છે. [જે. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૧૭૨ ]
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy