SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૭ : [ ૧૭ ] ૨ના ચંદનનું જ વિલેપન કરવાનું દવા જેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે તે પછી આજકાલ બહુધા મળી શકતું ભ્રષ્ટ અને બનાવટી નમાલું કેશર પ્રભુના અંગે વાપરવા મુગ્ધ જનેને નકામો આગ્રહ કર એ અમારે મન તો આત્મદ્રોહ કે ધર્મદ્રોહ સમાન જણાય છે. નકામી ખેંચતાણ કરીને લોકોને ભમાવવા કે ધર્મની હાંસી કરાવવી એ ખરેખર લજજાસ્પદ છે. પ્રભુપૂજા અંગે ગમે તેવી અણુમેલી પવિત્ર વસ્તુનો મેહ ઉતારવા સંકેચ કરો ન જ ઘટે, પરંતુ જ્યાં તેવી પવિત્ર વસ્તુ જ મળી શકે અથવા કદાચ કયાંક થોડીઘણું મળી શકતી હોય તો તે તેના મૂળ રૂપમાં જળવાઈ રહેલી શુદ્ધ વસ્તુ તેવી. પૂર્ણ કાળજીથી મેળવવાની દરકાર જ ન કરાય અને નકામી ધમાલ કે બ્રમણા ઉપજાવવામાં જ બધી શક્તિને દુર્વ્યય કરાય તો તે ખરેખર અક્ષમ્ય ને અસહા જ લેખાય. નકામી મોટી ધમાલ મચાવીને પોતે પવિત્ર ધર્મની રક્ષા કરતા હોય તેવો ડોળ કરનાર પોતે જ પોતાને દયાજનક સ્થિતિમાં મૂકતા લાગે છે. ડુંગર જેવડી પોતાની ભૂલ પોતાને જણાતી નથી અને એ ભૂલ ભાંગતા ખરા પ્રેમથી સમજાવવા જનારને ઊલટા ખરાબ દેખાડવાને નિર્બળ પ્રયત્ન કરવામાં આવે છે. જ્યાં સુધી જીવને અંતરલક્ષથી પોતાની ભૂલ જોવાની ને સુધારવાની દરકાર ન થવા પામે ત્યાં સુધી બાહા દૃષ્ટિથી બીજાના ગુણને દોષરૂપ અને પિતાના દોષને ગુણરૂપ માનવારૂપ મિથ્યાત્વ યા બુદ્ધિવિપર્યાસ જ થવા પામે. આવી ભ્રમણ ભાંગી યથાર્થ તત્વનું ભાન અને શ્રદ્ધાન થવાપૂર્વક તેને આદર કરવા દરેક ભવ્યાત્મા ઊજમાળ બને એ અત્યંત ઈચ્છવા એગ્ય છે. [. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૪૫]
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy