SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૭ : [ ૧૫૯ ] ભાવાર્થ-સ્વહિત સમજીને પરહિત કરવા જે મહાનુભાવ વનમાં ઉત્સાહ ધારે અને યથાશય પરહિત કરવામાં ખામી ન રાખે, બીજાએ કરેલો આપણું ઉપર ઉપકાર હૃદયમાં ધારી રાખે-વિસારે નહીં અને તક મળતાં પ્રત્યુપકાર કરવાનું ન ભૂલે, વળી આપણુંથી જે કંઈ પરનું હિત થઈ શકયું હોય તેને બદલે લેવા કદાપિ ન વાંછે, તે રત્નપુરુષ સદા ય વંદન કરવા ગ્ય લેખાય. ૧. જે પોતાને દુઃખ આવી પડે તે સમભાવે સહન કરે અને પરનું દુઃખ યથાશક્તિ નિવારે તેવા પુરુષરત્નની બલિહારી જઈએ. જુઓ! પ્રભુ મહાવીરે ચંડકોશીયા નાગની ડંક–પીડા સહન કરી, તેને પ્રતિબોધ પમાડી, તેને ઉદ્ધાર કર્યો. ૨. તીર્થકરો અને ગણધરો વગેરે મહાપુરુષ જે આ માનવદેહાદિકની દુર્લભતા બતાવે છે તે આવી રીતે યથાશક્તિ સ્વપરહિતકારી ધર્મસાધન કરી લેવાના પવિત્ર હેતુથી જ. તે પ્રમાણે પ્રમાદ તજીને જે તે તેમને આ માનવભવ એક અમૂલ્ય ચિન્તામણિ રત્ન સમે લેખવવા યોગ્ય છે. તેઓ સ્વપરહિતકારી કાર્યો કરી, આ માનવદેહને સાર્થક કરે છે. પૂર્વકૃત ધર્મના જ પ્રભાવે સારી સ્થિતિ પામ્યા છતાં જે મંદમતિ જને તે ઉપગારી ધર્મનો અનાદર કરે છે તેવા કૃતઘ-સ્વાસ્વામીહ જનેનું શ્રેય શી રીતે થઈ શકે ? ન જ થઈ શકે, એમ સમજી સુજ્ઞ–ચકોર ભાઈ બહેનેએ પવિત્ર ધર્મ આચરણ સેવીને આ દુર્લભ માનવદેહને સાર્થક કરી લે. પ્રમાદ તજીને જે નિજ હિત સાધી શકે છે તે પરહિત પણ કરી શકે છે. ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતેષાદિક
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy