SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૭ : [ ૧૩૭ ] માદક પદાર્થો-મદ ઉપજાવનાર દારુ, ગાંજો વિગેરે વ્યસને સેવવા, બીજું વિષય-પાંચ ઇંદ્રિયોના ગુલામ બની જઈ તુચ્છ વિષયસુખમાં લોલુપતા કરવી, ત્રીજું કષાય-ક્રોધ, અહંકાર, છળ, કપટ ને લોભ-તૃષ્ણાને વશ થઈ જવું, ચોથું નિદ્રાશરીરાદિકની શુભ શક્તિને કશો સદુપયોગ નહીં કરતાં જડભરતની જેમ ઘણું નિદ્રામાં પડ્યા રહેવું, શુભ કામમાં આળસ (ઉપેક્ષા) કરવી અને અશુભ કામ કરવામાં પહેલ કરવી, પાંચમું વિકથા–જે વાતથી સ્વપરનું કશું હિત થાય એમ ન હોય પણ કેવળ હાનિ ન થાય તેમ હોય છતાં તેવી નકામી વાતો-રાજકથા, દેશકથા, ભેજનકથા, શૃંગારકથા વિગેરે કુથલી કરવામાં જ વખત વ્યતીત કરવો. એને જ્ઞાની પુરુષ સદા દુઃખદાયક પ્રમાદાચરણ કહે છે. અજ્ઞાન, મિથ્યાત્વ પ્રમુખ દોષસમૂહનો પણ પ્રમાદાચરણમાં સમાવેશ થઈ શકે છે તેમાંથી બચવું–પ્રમાદરહિત બની રહેવું એ આત્મરક્ષાને સરલ ઉપાય છે. ૫. જુઓ “આત્મઘાતી મહાપાપી પૂર્વે મહાપુરુષોએ ઉક્ત દુષ્ટ પ્રમાદરીનો ત્યાગ કરવા-તેનો પરાભવ કરવા અને તેને નિર્મૂળ કરવા બને તેટલે પુરુષાર્થ ફેરવવા આપણને ધર્મશાસ્ત્રોમાં ઉપદેશ આપે છે, તેને અનુસરીને જ આપણે ચાલવું જોઈએ. સમ્યગજ્ઞાન, તવાઈશ્રદ્ધાન અને સમ્યમ્ આચરણરૂપ ચારિત્ર એ જ પ્રમાદ મહાવેરીને વશ કરવાને મુખ્ય ઉપાય છે. અનિત્ય, અશુચિ અને જડ એવા આ શરીરાદિક પદાર્થોની સહાયથી બની શકે તેટલી કુશળતાથી નિત્ય, શાશ્વત અને પવિત્ર એવું આપણું જ્ઞાનાદિ ચૈતન્યસ્વરૂપ પ્રગટ કરી લેવું એ જ બુદ્ધિ પામ્યાનું ઉત્તમ ફળ છે. બુદ્ધિબળથી વિચારશક્તિ ખીલી શકે છે, તેથી સત્યાસત્ય, હિતાહિત,
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy