SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૨ ] . શ્રી રવિજયજી કાબ મેળવવું જોઈએ. જે સ્વાદ જીતાય તે બ્રહાચર્ય અતિશય સહેલું છે. (૧૧) ઉપવાસ વિના વિષયાસક્તિને જડમૂળથી નાશ સંભવતું નથી. તેથી બ્રહાચર્યના પાલનમાં ઉપવાસ અનિવાર્ય અંગ છે. (૧૨) સત્ય એક ઉત્તમ ફળદાયક વિશાળ વૃક્ષ છે. (૧૩) કરણું તેવી ભરણુ–પાર ઉતારણ. (૧૪) પ્રયત્નશીલ બ્રહ્મચારી પોતાની ઊણપનું નિત્ય દર્શન કરશે, પોતાનામાં ખૂણે ખાચરે છુપાઈ રહેલા વિકારને પણ ઓળખી લેશે અને તેને શીધ્ર કાઢવા સતત પ્રયત્ન કરશે. (૧૫) મારી માન્યતા છે કે મનુષ્યને દવા લેવાની ભાગ્યે જ જરૂર રહે છે, કેમકે પથ્ય અને પાણી ઈત્યાદિના ઘરગથુ ઉપચારોથી એક હજારમાંથી નવર્સે નવાણું દદીઓ સારા થાય છે. (૧૬) “આહાર તે ઓડકાર” “માણસ જેવું ખાય તેવો થાય” એ કહેવતમાં ઘણું સત્ય છે. (૧૭) આત્મસાધક મુમુક્ષુને માટે પિતાના ખોરાકની પસંદગી–ત્યાગ અને સ્વીકાર બને એટલાં જ આવશ્યક છે જેટલા વિચાર અને વાચાની પસંદગી–ત્યાગ અને સ્વીકાર આવશ્યક છે. (૧૮) ઓકરામાં માબાપની આકૃતિને વારસે જેમ ઉતરે છે તેમ તેમના ગુણદોષને વારસો પણ ઉતરે છે. (૧૯) શુદ્ધ બ્રહાચર્યમાં તે વિચારની મલિનતા પણ ન હેવી જોઈએ. સંપૂર્ણ બ્રહ્માચારીના સ્વપ્નમાં પણ વિકારી વિચાર ન હોય. એવા વિચાર આવે ત્યાં સુધી વિકારની ખાત્રી સમજી લેવી.
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy