________________
[ ૩૦૨]
શ્રી કÉરવિજયજી કેટલું બધું નુકશાન થાય છે તેનું આપણે પૂર્વના ત્રીજા અષ્ટકમાં વિસ્તારથી અવલોકન કર્યું છે, અને યાતા, ધ્યેય તથા દયાનનું પણ સ્વતંત્ર સ્વરૂપ આ ગ્રંથના ૩૦ મા અષ્ટકમાં આગળ જતાં વર્ણવેલું છે. પ્રશસ્ત ધ્યાનથી આત્માને કેટલે બધો ઉપયોગ જાગૃત થાય છે તે અત્ર જોવાનું છે. ચિદાનંદજી મહારાજ ઉક્ત ધ્યાનનું માહાસ્ય પ્રગટ કરતા છતા કહે છે કેઆતમ ધ્યાન સમાન જગતમેં, સાધન નહિ કે આન; જગતમેં આતમ ધ્યાન સમાન. રૂપાતીત ધ્યાનકે કારણ, રૂ૫સ્થાદિક જાણ, તાહુમેં પિંડસ્થ ધ્યાન પુન, યાતા પરધાન. જગતમેં આ૦૧ તે પિંડસ્થ ધ્યાન કેમ કરીએ, તાકે એમ વિધાન; રેચક પૂરક કુંભકર શાંતિક, કર સુખમને ઘર આન. જગત૦૨ *પ્રાન સમાન ઉદાન વ્યાનકું, સમ્યગ ગ્રહ હું અપાન; સહજ સુભાવ સુરંગ સભામેં, અનુભવ અનહદ તાન. જગત૭૩ કર આસન ધર શુચિ સમ મુદ્રા", ગ્રહી ગુરુગમ એ જ્ઞાન; અજપા જાપ સોહે સુસમરન, કર અનુભવરસ પાન. જગત૦૪ આતમ ધ્યાન ભરત ચકી લહ્યો, ભવન આરિસા ગાન; ચિદાનંદ શુભ ધ્યાન જગ જન, પાવત પદનિરવાન. જગત૦૫
૧ પ્રાણાયામ-શ્વાસોશ્વાસનિરાધના નિયમથી વાયુને બહાર કાઢો. ૨ વાયુને અંદર પૂરવો. ૩ વાયુને સ્થિર કરે. ૪ પ્રાણ આદિક વાયુ શરીરના જુદા જુદા ભાગોમાં વ્યાપેલા જાણવા. ૫ યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાસુક્તિ મુદ્રા પ્રમુખ કઈ વિશિષ્ટ મુદ્રા અથવા સમુદ્રા એટલે સમતા સંભવે છે.