SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ માનવી ઘડી ઘડીમાં મગરુર બની જાય છે. અભિમાનના આવેશમાં સારાસાર કે હિતાહિતનું ભાન ભૂલી જાય છે. આ સંબંધમાં સમજણ આપતાં સદગતશ્રી જણાવે છે કે—પાંચમા આરાનાં આ પ્રાણીને કઈ વસ્તુનું અભિમાન કરવા જેવું છે ? નથી તેની પાસે ચક્રવર્તીની ઋદ્ધિ, નથી અભયકુમાર જેવી શ્રેષ્ઠ બુદ્ધિ, આ સંબંધે બાહુબળી, દુર્યોધન અને રાવણનું દષ્ટાંત જણાવી સિદ્ધ કર્યું છે કે “લઘુતામાં જ પ્રભુતા છે.” (પૃ. ૧૯ તથા ૧૬૧). આધુનિક સમયમાં દેખાદેખી અને સદ્દજ્ઞાનના અભાવમાં ઉન્માર્ગગામીપણું વૃદ્ધિ પામી રહ્યું છે. આ બધો ઊલટો પ્રચાર સત્સંગ અને સદુપદેશના અભાવના છે. સત્સંગથી અને સદ્દગુરુની ઉપાસનાથી કેવા સુંદર લાભ થાય છે તે મુનિશ્રીએ સારી રીતે વર્ણવી બતાવ્યા છે. (પૃ. ૨૪) ભક્ષ્યાભર્યા અને પયા પેયના સંબંધમાં તે દિવસે દિવસે માજા મૂકાતી જાય છે અને પરિણામે શરીર-કાયા નિઃસત્વ અને કમજોર થતી જાય છે. શ્રીમાન કર્ખરવિજ્યજીએ આ વધતા જતા સડા સામે અંગુલિનિર્દેશ કરી શરીરને સુદઢ તેમજ નિરોગી બનાવવા કેટલાંક જીવનસૂત્ર ઉપદેશ્યા છે જે અત્યંત વિચારણીય છે. (પૃ. ૪૧ થી ૪૮) સદ્દગત મુનિશ્રીને ઉપદેશ બહુધાએ ધાર્મિક હતો, છતાં તેમણે વ્યાવહારિક વિષય પરત્વે દુર્લક્ષ તો નથી જ કર્યું. રામાયં ધર્મસાધન એ વ્યવહારુ વચને તેમને પણ માન્ય હતું અને તેથી તેમણે આરોગ્ય જાળવવાના કેટલાક નિયમો સારી રીતે સમજાવ્યા છે. (પૃ. ૧૩૬ તથા ૧૬૪) જૈન ફિલોસોફી કર્મના અબાધિત નિયમને સૌથી વિશેષ આવકાર આપે છે. કર્મની સત્તા અને સ્વરૂપ જેવી સૂક્ષ્મ રીતે જેને શાસ્ત્રકારોએ સમજાવ્યું છે તેવી બારીકાઈથી કોઈ પણ ઇતર દર્શને પ્રરૂપણ કરી નથી. મુનિશ્રીએ કર્મના અસ્તિત્વ અને પ્રાબલ્ય પર જે જે ઉદાહરણ ટાંક્યા છે તે અત્યંત રોચક, વિચારણીય અને હૃદયસ્પર્શી છે. (પૃ. ૨૫૧)
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy