SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : [ ૩૧ ] કાર્ય કરવામાં મુહૂર્ત કે શુકન જેવા થોભવું નહીં. ઉત્સાહને જ મુહૂર્ત લેખી કાર્ય શરૂ કરવું. ૪ કોઈ પણ જાતની મુંઝવણમાં ડાહ્યા માણસની સલાહ લેવા નીકળવું તેના કરતાં આપણા મનને ડાહ્યું બનાવવું, જેથી તે ગમે તે વખતે સાચી સલાહ આપી શકશે. ૫ કઈ માણસ આપણી પાસે કાંઈ વાત કરે તે વખતે તેની વાત ઉપર લક્ષ રાખવા સાથે તેની શારીરિક ચેષ્ટા ઉપર સવિશેષ ધ્યાન આપવું. ૬ નિન્દાની બીકે નિન્દિત કાર્ય કરવું નહીં અને સત્કાય કરતાં અટકવું નહીં. ૭ શ્રદ્ધા-આસ્થાની પહેલી જરૂર છે. તે વગર એક વાત હૃદયમાં સ્થિર થઈ શકતી નથી. શ્રદ્ધામાં વિપરીતતા ન આવે એવી સંભાળ જરૂર રાખવી. ૮ વિચાર કરતાં તરત ન સમજી શકાય એવી વાત હોય તે તે એકદમ ખોટી છે એમ માની લેવું નહીં કે જાહેર કરવા સાહસ ખેડવું નહીં. ૯ જેટલું આપણે સમજી શકતા હોઈએ તેટલું જ સાંભળવું અને વાંચવું. નહિ સમજાયેલી વાત ચિત્તને ક્ષોભ કરે છે. ૧૦ વીતરાગે રાગ-દ્વેષને ત્યાગ એ જ ધર્મ બતાવેલ છે. જે જે પ્રવૃત્તિમાં રાગ-દ્વેષની ઉત્પત્તિ થતી હોય ત્યાં ધર્મ નથી. ૧૧ અરિહંતની પૂજા કરનારે અરિહંત ઉપર પ્રેમ પ્રથમ
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy