SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૭ ] સુધારી શકે છે તે જ પોતાની સંતતિને પણ તેને સુંદર વારસો આપવા ભાગ્યશાળી થઈ શકે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૧૪૨] શુદ્ધ ચારિત્રને પ્રભાવ. સદ્વર્તન, કર્તવ્યપ્રેમ અને પ્રમાણિકપણું–આ ગુણો મનુષ્યને માટે એટલા બધા જરૂરના અને મહત્ત્વના છે કે એના વગર શુદ્ધ ચારત્ર બંધાવું જ અસંભવિત અથવા અશકય છે.” કઈપણ દેશ સમાજની ઉન્નતિનો આધાર ત્યાંની ઉપજ, ત્યાંના સુદઢ વિશાળ કિલ્લાઓ કે સુંદર ઇમારતો ઉપર રહેલો નથી, પરંતુ તે દેશનાં દઢ ચારિત્રવાન મનુષ્ય ઉપર રહેલે છે. એ સદવાકય હૃદયમાં કેરી રાખવા ગ્ય છે.” દેશની શક્તિનું માપ વસ્તીની વિશેષ સંખ્યા ઉપરથી નહીં, પરંતુ પ્રજાના ચારિત્ર-સદાચરણ ઉપરથી થાય છે.” “એકાદ વિલક્ષણ બુદ્ધિવાળાને જોઈને આનંદ થાય છે - ખરોપરંતુ માન-સન્માન તો સદાચરણને જ વધારે અપાય છે.” બુદ્ધિ તે મગજનો વિષય છે પણ વ્યવહાર તે હદયથી જ દીપે છે. જ્યાં સુધી હદય ઉન્નત-વિશાળ-ઉદાત્ત થયું નથી ત્યાં સુધી બીજું બધું શિક્ષણ અપૂર્ણ છે.” “જે જે મહાપુરુષે આ સંસારમાં કીર્તિના અચળ સ્થભે ઊભા કરી ગયા છે તે પિતાના સદાચરણ–ચારિત્રવડે જ કરી ગયા છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૧૪૩.]
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy