SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] શ્રી Íરવિજયજી ૨૧ આગમ-અનુમાન-ઉપમા અને પ્રત્યક્ષ એમ ચાર પ્રકારના પ્રમાણે વસ્તુસ્થિતિના નિર્ણાયક વર્તે છે. રર વતેમાં બ્રહ્મચર્ય, આઠ કર્મોમાં મેહનીય કર્મ, પાંચ ઈન્દ્રિમાં રસનેન્દ્રિય અને ત્રણ ભેગમાં મનગને જીતવો બહુ કઠણ છે; પરંતુ તેમને પુરુષાતનવડે જીતી લેવાથી જ માનવદેહની સાર્થકતા છે. ૨૩ લઘુ-તરુણ વયમાં ઈન્દ્રિયનિગ્રહ, ભેગસામગ્રી છતાં વૈરાગ્ય - ભાવ અને અધિકાર છતાં સહિષ્ણુતા ભાગ્યયેગે જ સાંપડે છે. ૨૪ જાગતાને ભય, ક્ષમાવંતને કલેશ, ઉદ્યમીને દારિદ્ર અને વીતરાગની વાણી સાંભળનારનું પાપ નાશ પામે છે. ૨૫ રત્નની ખાણે, સત્પુરુષ, દક્ષિણાવર્ત શંખ અને શાસ્ત્ર પ્રમાણે ઉપદેશદાતાઓ થોડા જ હોય છે. ૨૬ પરના દુઃખે દુઃખી, અનુકંપાશીલ, પરોપકારી, ગુણગ્રાહી અને નિર્ધનને સહાય કરી ઉદ્ધરનારા મનુષ્ય વિરલા મળે છે. ર૭ ઘણા કાયરપણાથી, મેહના ઉદયથી અને ભયની વાત વારંવાર સાંભળવાથી ભય ઉપજે છે. ૨૮ શરીરની અતિ પુષ્ટિથી, મેહના પ્રબળ ઉદયથી, વિષયની વાત સાંભળવાથી તેમ જ તેવી વાત વારંવાર સાંભળવાથી : (રાગ-રંગની આસક્તિથી) વિષયવાંછા જાગૃત થાય છે. ૨૯ ઘણું ધન મેળવવાથી, તેમાં મૂચ્છ-મમતા વધવાથી, પરિ ગ્રહ મેળવવાની વાત એક વાર કે અનેક વાર સાંભળવાથી પરિગ્રહ સંજ્ઞા વૃદ્ધિ પામે છે.
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy