SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૫૫ ] રંજન અર્થે પણ નિજ આત્મકલ્યાણ થાય, ખરાં સુખશાન્તિ પ્રાપ્ત થાય, એવાં પરમાર્થ કાર્ય અદ્યાપિ આત્માથે કરવાનો સુયોગ પ્રાપ્ત થયો નથી. ૬. શું કલીષ્ટકમના દોષથી હું નરકમાં જનારે ( નારકી થના) હોઈશ? કે બહુ ભવી (બહુ ભવભ્રમણ કરનારે ) હાઈશ? કે દુર્ભવ્ય (ઘણે લાંબે કાળે સિદ્ધ થના) કે અભવ્ય (કદાપિ સિદ્ધ નહીં જ થનારે) હઈશ ? અથવા હું સતક્રિયાની રુચિવગરનો કૃષ્ણપક્ષી હોઈશ? કે છેલ્લા મિથ્યાત્વ ગુણસ્થાનકવાસી હાઈશ ? કારણ કે હિતશિક્ષા પણ અગ્નિની જ્વાળાની પેઠે ઝેર જેવાં લાગે છે, તપસ્યા ખધારા જેવી વસમી (આકરી) લાગે છે, સ્વાધ્યાય (સઝાયધ્યાન) કાનમાં શૂળ જેવું લાગે છે અને સંયમ જમ જે આકર (ભયંકર ) લાગે છે માટે હું તે કઈ કોટિને જીવ હોઈશ? તેને શેચ કરું છું. ૭. વિવિધ જાતનાં વસ્ત્ર, પાત્ર અને ઉપાશ્રયે, ચાર પ્રકારનો ભિક્ષાવડે આણેલે આહાર, શા-સંથારો, પુસ્તક, પુસ્તકના ઉપકરણે, શિષ્ય અને શિક્ષાના (ઉપદેશક ) ગ્રંથે પણ દીક્ષા દિવસથી માંડીને વૃદ્ધ થયા ત્યાંસુધી આજ પર્યત પારકાં જ લાવીને ભેગવીએ છીએ, તો આવા પ્રકારના સ્વચ્છેદ આચરણવડે તે બધાને બદલી શી રીતે વાળી શકાશે ? (ટુંકાણમાં મારી શી ગતિ થશે?) ૮. અંતરમાં ઈર્ષાવાળા અને બહાર દેખાવમાં શાન્તિવાળા, છાનાં પાપ કરવાવાળા, નદીના જળથી બાહ્ય શુદ્ધિ કરેલા, મદ્યપાન કરનારા વણિકની પેઠે દુર્વાસના નાશ કરવાને ડોળ રાખનારા, કપટવ્રતને ધારણ કરનારા, બગલા જેવી દષ્ટિવાળા
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy