SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૪૯ ] દ. જેમનાં ચિત્ત અજ્ઞાનથી આચ્છાદિત થયાં હોય, જેમને આત્મા રાગ-દ્વેષને વશ થયો હોય અને જેઓ પાપ આરંભમાં પ્રવર્તતા હોય તેમનું હિત કેમ થાય? તેઓ તો ખરા હિતથી વંચિત-એનશીબ જ રહે છે. - ૭. પરિગ્રહ-મમતાના સંબંધથી જીવને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે અને તે રાગદ્વેષથી જ જીવને ભારે નિકાચીત કર્મને બંધ થવા પામે છે, તેથી સુજ્ઞજનેએ સદ્વિવેક આદરી તેવા દુષ્ટ દેષથી વિરમવું જોઈએ. | [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૩. ] ખરી પ્રજ્ઞાબુદ્ધિ. ૧. તે જ પ્રજ્ઞા કહેવાય છે કે જે આત્માને હિતકારક અને શુભ કાર્યમાં પ્રવર્તાવી શમરસને પમાડે છે. તે સિવાયની અન્ય પ્રજ્ઞા (બુદ્ધિ) તે હાનિકારક અને અશુભ કર્મ ઉપાર્જન કરાવનારી જ છે. ૨. જે પ્રજ્ઞા સર્વ શુભ કાર્યમાં પ્રીતિવાળી હોય છે, જે હેય (તજવા લાયક) અને ઉપાદેય (આદરવા લાયક) તત્વને જાણે છે અને જે નિરંતર સુખ આપનારી છે તે પ્રજ્ઞાને જ સુજ્ઞ જનેએ સેવવી–આદરવી ઘટે છે. ૩. જેથી આત્મતત્વને પ્રકાશ થાય, આત્મશ્રદ્ધા દ્રઢ થાય અને આત્મામાં સ્થિરતા પ્રગટ થાય તે જ પ્રજ્ઞા (બુદ્ધિ) પ્રશંસવા લાયક છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૩
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy