SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના કપૂર કેશર કસ્તુરી, બરાસ સુખડ પીસાય; તેમ સદ્ગુરુ ધી પીસાઈને, જ્ઞાનામૃત જગ પાય. ભાષાને આડંબરના વાઘા સજાવ્યા સિવાય તેને નવચેતનવંત પ્રાણરૂપ સ્વાનુભાવના પુટવડે રસી–સાદી ભાષામાં પણ સચોટ રીતે તે તે વિષયને પ્રતિપાદન કરનાર લખાણે તેમની વિદ્વત્તામાં જરાયે ઊણપ નથી લાવી શક્યાં. વિપુલ પણ વિશ્વોપગી સાહિત્ય સરજી જનારા વિદ્વશ્રેષ્ઠ સાધુએમાં સદ્દગત ૧૦૮ મહાગ્રંથ રચયિતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની માફક સદ્દગત શ્રીમદ્ કરવિજયજી મહારાજનું સ્થાન આપણું હૃદયોમાં અનહદ હાઈ સદાપૂજ્ય-સ્મરણય જ રહેવાનું. ભારતવર્ષના ઉગ્ર તપસ્વી, સચ્ચારિત્રપ્રતિપાલક, વિશ્વમિત્ર, સદ્દગુણાનુરાગી, મુનિશ્રેષ્ઠ સ્વ. શ્રીમદ્દ કપૂરવિજયજી મહારાજે જનહિતાર્થે પ્રસંગે પ્રસંગે આપેલ અમોઘ સદ્દબોધ-જ્ઞાન-સત્વની પિછાન કરાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થવા બદલ મારા મિત્ર શ્રી કરવિજયજી સ્મારકસમિતિના મંત્રી ભાઈશ્રી નરોત્તમદાસ શાહનો હું ઋણી છું. વિશ્વની વિરલ વિભૂતિઓ, વિશ્વોપકારની દૃષ્ટિએ સબોધ-પ્રવચન, લખાણો, ભજનો વિ. ના અમેઘ ધોધ વરસાવી, પરોપકાર ઉપરાંત પોતાની નિર્જર, અભિનવજ્ઞાન અને આત્માની અપ્રમત્તદશા સાધી લે છે. એવા સાચા આદર્શ ચારિત્રપ્રતિપાલકનું જીવન પણ સબોધ સ્વરૂપ જ હોય છે, જે જીવનમાંથી અનેક આદર્શ જીવન પ્રકટે છે. શ્રીમદ્ કપૂરવિજયજી મહારાજ સાથેના મારા ભાવનગર–પાલીતાણું આદિ સ્થળાએ થયેલ સમાગમ–ચર્ચા–વખતે મેં એ અનુભવ્યું છે અને એમની અપ્રમત્તદશા, જ્ઞાનપિપાસા, લઘુતા, દયા, પોપકારવૃત્તિ અને અપાર સમતા આદિએ મારા જીવન પરિવર્તનમાં મુખ્ય ભાવ ભજવ્યો છે. વિદ્વત્તાના પ્રદર્શનની ઝંખના રાખ્યા સિવાય બાલજી હોશે હોંશે વાંચી
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy