SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : L[ ૧૯૯ ] ૫૦. ક્ષમાવડે કેધને જય કરે, નમ્રતાવડે માનને જય કરે, સરલતાવડે માયાને જય કરે અને સંતોષવડે લેભને જય કરો. તે ચારને જીત્યા પછી થતું સુખ, તે જેણે તેમને જીત્યા છે તે જ જાણે છે. ૫૧. સર્વ સુખનું મૂળ ક્ષમા છે અને ધર્મનું મૂળ પણ ઉત્તમ પ્રકારની ક્ષમા જ છે. ક્ષમા જ મહાવિદ્યાની પેઠે સર્વ દુરિત–ઉપદ્રવને હરી લે છે. એવી રીતે વિનય, નમ્રતા, સરલતા અને સંતોષજન્ય ઉત્તમ સુખને વિચાર કરી લે. પર. સાધુ થઈને એક ઘરનો સંબંધ છેડી પાછો તે જ સંબંધ-પ્રતિબંધ અન્ય સ્થાને જોડે છે-કરે છે, મમતા–પરિગ્રહ માંડે છે તેને શાસ્ત્રકાર પાપ-શ્રમણ કહી બેલાવે છે. પ૩. જે સાધુ-શ્રમણ કારણ વગર દૂધ, દહીં, ઘી, ગેળ વગેરે વિગ વાપરે-વારંવાર ખાય તેને પાપશ્રમણ કહ્યું છે. પુણજરૂરી કારણે ગુરુને પૂછીને જરૂર પૂરતી વાપરે તેની વાત ન્યારી છે. ૫૪. સાધુ થઈ છતી શક્તિએ જ્ઞાન-ધ્યાન, તપ–જપ ન કરે તેને પણ પાપભ્રમણ કહે છે. ૫૫. મદ્ય (મદિરા વિગેરે કેફી ચીજ ) વિષય, કષાય, નિદ્રા અને વિકથા આ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે–૨ખડાવે છે–રઝળાવે છે. જન્મમરણનાં બંધનથી મુક્ત થવા દેતા નથી. પ૬. જ્યારે ચાદપૂર્વધરે પણ પ્રમાદવશ પડવાથી નિદ આદિનાં અનંતા દુઃખે પામે છે, તો તે મૂઢ આત્મન્ ! પાંચે પ્રમાદમાં
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy