SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૯૧ ] ૭. પાસત્કાદિક પાંચમાંથી કોઈને વંદન કરનારને કીર્તિ કે નિર્જરાનો લાભ થતો નથી, ફક્ત કાયકલેશ જ થાય છે, અશુભ કર્મ બંધાય છે અને પ્રભુની પવિત્ર આજ્ઞાભંગનું મોટું પાપ લાગે છે. એ સર્વ વિચારવા છે. ૮. જેમ લોઢાની શિલા પિતાને અને તેને વળગેલા પુરુષને પણ પાણીમાં ડૂબાડે છે તેમ આરંભ-પરિગ્રહયુક્ત ગુરુ પણ સ્વપને ભવસાગરમાં ડુબાડે છે. તેવા કુગુરુ પોતે પોતાને તારી શકતા નથી તેમ જ નથી અન્યને તારી શક્તા; તે તો કેવળ ઉભયનું અહિત જ કરે છે. ૯. તેવા ભ્રષ્ટાચારીને વંદના-સ્તુતિ કરનાર તેના પ્રમાદને પિષનાર થાય છે. ૧૦. પૂર્વે કહેલા ૧૮ દેષ રહિત અરિહંત જ મારા ઈષ્ટદેવ, પૂર્વોક્ત ગુણવાળા સુસાધુ જ મારા ગુરુ અને પવિત્ર દયાયુક્ત શ્રી જિનધર્મ જ મારે પ્રમાણ છે, એવા શુભ ભાવને સર્વજ્ઞ ભગવાને “સમકિત ” કહ્યું છે. ૧૧. ઇંદ્રપણું મળવું સુલભ છે, રાજાપણું મળવું સુલભ છે, પરંતુ રત્નચિંતામણિ જેવું દુર્લભ સમકિત સાંપડવું જ મુશ્કેલ છે. ૧૨. સમકિત પામ્યા પછી જે તેને પ્રમાદથી ગુમાવી ન નાંખે, અથવા સમકિત પામ્યા પહેલાં આયુષ્ય બંધાયું ન હોય તો તે સમકિતી જીવ વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે છે.
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy