________________
[ ૧૦૮ ]
શ્રી કર્ખરવિજયજી બીજા તરફ કેટલું બધું આકર્ષણ કરે છે? ખરી પ્રીતિ–ભક્તિ એવી આકર્ષણવાળી ને દંભ વગરની જ હેવી જોઈએ અને એવી અકૃત્રિમ ઉલસતી પ્રીતિ–ભક્તિ જ ભક્તજનેને બહુ લાભકારી થાય છે.
આજકાલ આપણું જીવન કેટલું બધું શુષ્ક-નીરસ બની ગયું છે ? વ્યવહારમાં કે પરમાર્થમાં ડેલડીમાક કેટલે બધો વધી ગયું છે? એથી આપણી અધોગતિ વધતી જાય છે. તે ન થવા માટે અને ઉન્નતિ થવા માટે એવો પ્રેમરસશુદ્ધ પ્રેમરસ આપણામાં રેડાય તે માટે અગત્યની વાત ઉપલા અનેક દષ્ટાન્તોથી બરાબર સમજી દરેક ભાઈબહેને હૃદયમાં ઊતારવા એગ્ય છે. તે વગર બધું એકડા વગરના મીંડા જેવુંશન્ય સમાન છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૩૪ ] આત્મધર્મ”
અથવા
ખરે પિતાને ધર્મ જગતની સકળ પ્રવૃત્તિઓમાં ઉચ્ચમાં ઉચ્ચ ધર્મ છે, કારણ કે તે પ્રત્યેકને હાલામાં હાલે છે. દરેક ધર્મગુરુએ ધર્મને અપનાવવાને ( પોતાને કરવાને ) ભાર મૂક્યો છે. પ્રત્યેક ઉપદેશક શ્રોતામંડળને ધર્મના માર્ગે ચાલવાનું સમજાવે છે. આ પ્રકારે ધર્મ એ મનુષ્યજીવનમાં તે ઘણી અગત્યની વસ્તુ છે, તેથી ધર્મ એ શી વસ્તુ છે એ જાણવું બહુ ઈચ્છવા એગ્ય છે.