SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૪ ] શ્રી કપૂરવિજયજી ૪૨. સ્થાપનાચાર્ય સમિપે પ્રતિક્રમણ કરતાં પહેલા સ્થાપનાચાર્યને અને પછી વૃદ્ધને અનુક્રમે બે, ચાર કે છ મુનિઓને ક્ષામણ કરાય. બીજા મુનિ ન હોય તો માત્ર સ્થાપનાચાયને જ ખમાવાય. ૪૩. મેથી આયંબિલમાં કપે. મેથી દ્વિદળ છે, ને દ્વિદળ આયંબિલમાં કપે છે. ૪૪. સામાયિક લઈ સ્વાધ્યાયના આદેશ માગ્યા પછી ખમાસમણ થઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મુહપત્તિ પડિલેહું? એમ કહી આદેશ માગી મુહપત્તિ પડિલેહીને પચ્ચખાણ કરવું. ૪૫. સાધ્વીઓ ઊભી ઊભી વાંચના લે. ૪૬. કુળ-કેટિ ૧૦૮ પુરુષો વડે જાણવી. ૪૭. આ અવસર્પિણી કાળમાં સાત અભવ્ય પ્રસિદ્ધિમાં આવ્યા છે. ૪૮. મ્લેચ્છ અને માછીમારાદિક શ્રાવક થયા હોય તે તેમને જિનપ્રતિમા પૂજવામાં લાભ જ છે. જે શરીર અને વસ્ત્રાદિકની શુદ્ધિ હોય તે પ્રતિમા પૂજવામાં નિષેધ જાણો નહિ. ૪૯ શિષ્ય સારી રીતે ચારિત્ર ન પાળે અને ગુરુ મેહવશે કરીને તેને ન વારે તો ગુરુને પાપ લાગે, અન્યથા ન લાગે. ૫૦. સાધ્વીને વંદન કરતાં શ્રાવકો “અણુજજાણુહ ભાગવતી પસાઉ કરી” એમ કહે.
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy