SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૨ ] શ્રી કરવિજયજી કંપાદિક દાન) તથા જ્ઞાનાદિત્રયીનું તું હે ઉત્તમ! સેવન કર. દાન એ કલ્પવૃક્ષ પેઠે સુખદાયી છે, તથા બાર પ્રકારને તપઅનશન-છઠ્ઠ, અઠ્ઠમાદિ, ઊદરી–બે ચાર કળીયા ઊભું રહેવું તે, વૃત્તિસંક્ષેપ-સચિત્તત્યાગાદિક નિયમોનું પાળવું અથવા અમુક આટલી જ વસ્તુઓ વાપરવી તે ઉપરાંત ન વાપરવી તેને નિયમ, રસત્યાગ-વિગયત્યાગ, કાયકલેશ-લેચારિક કષ્ટોનું સમ્યક્ પ્રકારે સહન કરવું તે અને સંલીનતા–શરીરના અંગે પાંગ સંકેચી એકત્ર સ્થાને સ્થિર રહેવું તે. એ પ્રમાણે છ પ્રકારે બાહ્ય તપ, તથા પ્રાયશ્ચિત્ત–જાણતાં કે અજાણતાં થયેલા અપરાધની શુદ્ધિ માટે શ્રી તીર્થકર ગણધર કે ભવભી ગીતાર્થે દર્શાવેલા ઉપાયેનું વિશેષ પ્રકારે સેવન, વિનયઅરિહંતાદિક દશ પદની ભક્તિ, બહુમાન, ગુણસ્તુતિ, અવગુણ ઢાંકવા અને આશાતના ત્યાગરૂપ પાંચ પ્રકારે વિનય સાચવ, વૈયાવચ–બાળ, ગ્લાન, વૃદ્ધ, આચાર્ય, તપસ્વી તથા શ્રી તીર્થકરેદેવની આજ્ઞારૂપ મુકુટને ધારણ કરનાર શ્રી સંઘાદિકની યથાવસરે આત્મવીય ફેરવી સેવા બજાવવી, સજઝાયઅભિનવશાસ્ત્રઅધ્યયન-પઠન, શંકાસમાધાન માટે પૃચ્છા, ભણેલું ન વિસરી જવા માટે તેને ગણવું-ફરીથી સંભારવું, અર્થચિંતવન અને ભવ્ય પ્રાણીઓને ધર્મોપદેશ કથનરૂપ પાંચ પ્રકારે સ્વાધ્યાય. ધ્યાન–આર્ત, વૈદ્રરૂપ બે અપધ્યાનના ત્યાગપૂર્વક ધર્મ અને સુફલ એ બે ઉત્તમ ધ્યાનમાં મનને જોડી દેવું તે. કાસગ–દેહાદિક સર્વ બહિર્ભાવ પરથી સર્વથા મમતા તજી કેવળ પરમાત્માના ધ્યાનમાં નિશ્ચલ રહેવું તે. એમ ષડવિધ અત્યંતર તપની જેમ જેમ શુદ્ધિ ને વૃદ્ધિ થતી દેખાય તેમ તેમ આત્માથી પ્રાણીઓ! સદા પ્રમાદ રહિત અત્યંતર તપમાં પણ
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy