SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ]. શ્રી કપૂરવિજયજી ઘણે લાંબે વખત ભેગવટ કર્યા છતાં પણ કેમે અંત આવતો નથી. અથવા તો તે દુઃખે વડના બીજની પેઠે વધતાં જ જાય છે, જેથી તે બીચારાને કોઈ કાળે આરે-છેડે આવતો નથી અને બધે કાળ એમ જ દુ:ખમય નિર્ગમવો પડે છે. હવે જે કઈ હળુકમી ભવ્ય પ્રાણું આ મનુષ્યભવના ફક્ત અલ્પ સમયમાં કઈ ભાગ્યયેગે સમજ પામી ચેતી લે એટલે આ થેડે વખત પણ સ્વાધીનપણે, સ્વશક્તિ ગોપવ્યા વગર શ્રી વીતરાગભાષિત ધર્મસેવન કરી સાર્થક કરી લે તો તે સર્વ દુઃખોથી મુક્ત થઈ અનુક્રમે સર્વ સુખને કાયમને માટે સ્વાધીન કરી શકે એ વાત નિઃસંશય છે, એમ સમજી આત્મઘાતક પ્રમાદ સર્વથા પરિહરીને જે કઈ ભાગ્યશાળી સ્વઆત્મહિત સાધવા સદા ઉજમાલ રહે તેની બલિહારી છે. એક કવિ કહે છે કે – ચેત તે ચેતાવું તુને રે, પામર પ્રાણી! ચેત તો ચેતાવું તેને રે તારે હાથે વપરાશે, તેટલું જ તાસં થાશે; બીજું તે બીજાને જાણે રે. સજી ઘરબાર સારું, મિથ્યા કહે મારું મારું; તેમાંથી ને કહ્યું તારું રે. પામર૦ માખીએ મધપેડું કીધું, ન ખાધું ન દાન દીધું; લૂંટનારે લૂંટી લીધું રે પામર ખંખેરીને હાથ ખાલી, ઓચિંતાનું જવું ચાલી; કરે માથાફેડ ખાલી રે. પામર શાહુકારમાં તું સવા, લખપતિ તું લખાય; કહે સાચું શું કમાયે રે ? પામર પામ ૨૦
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy