SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૦ ] શ્રી કપૂરવિજયજી ૪ ઘર આગળ આવતા મેમાન–પરાણાની સેવા-ચાકરી કરીએ તેથી અધિક પ્રેમથી પવિત્ર તીર્થ યાત્રા પ્રસ ંગે મળતા યાત્રિકેાની સેવા–ચાકરી કરવી ઘટે. ૫ પેાતાના મુકામેથી યાત્રાર્થે નીકળ્યા ત્યારથી કાઇ પશુ કે પ્રાણીને ત્રાસ આપવા ન ઘટે. ખુલ્લા—અણુવાણે પગે ચાલતાં જાત્રા કરવાનું ફળ વર્ણવી ન શકાય એટલુ બધુ કહ્યું છે, તે માજશેાખની ધનમાં સુખશીલતાથી ગમાવી દેવું ન ઘટે; કારણ કે સમજીને દેહદમન કરવાનું ભારે ફળ કહ્યુ છે. ૬ શરીરની ક્ષીણતાદિક ખાસ માંદગીના કારણ સિવાય ગર્ભ શ્રીમંતાને પણ છતી શક્તિએ જયણાપૂર્વક અણુવાણે પગે ચાલીને જ તીર્થ યાત્રા કરવી ઘટે; કેમકે આપણે કર્મથી હળવા થવા માટે જ તીર્થ યાત્રા કરવા જઇએ છીએ, ભારે થવાને તા નહીં જ, એ મુદ્દાની વાત ભૂલવી નહીં જોઇએ. ૭ જીવિતવ્ય સહુને વહાલું છે, તેા પછી ગેાપવી, જાનવરેને મહા ત્રાસ આપી, જયણા કરવા જવા-આવવાના અર્થશા? પ્રભુની આજ્ઞા યાત્રા કરી લેખે સમજવી. છતી શક્તિ રહિત જાત્રા સાચવીને જ ૮ સહુ સાથે મૈત્રી, દુ:ખી પ્રત્યે દયા-અનુકંપા, અને સદ્ ગુણી પ્રત્યે પ્રમેાદ તેમ જ પાપી પ્રત્યે અદ્વેષ ( ઉપેક્ષા ) ભાવના રાખવાથી જ કરવામાં આવતી ધર્મકરણી સફળ થઇ શકે છે. ૯ પવિત્ર તીર્થની યાત્રા કરવા જતાં અને યાત્રા કરી નિવત્યા પછી તેા અવશ્ય અનીતિના સર્વથા ત્યાગ જ કરવા જોઇએ. પવિત્ર તીર્થની યાત્રા કર્યાની સફળતા ત્યારે જ લેખી શકાય.
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy