SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ પ પ ] કુવિકથી તેને ભારે અશાન્તિ રહ્યા કરે છે અને તેને વશ થઈને તે એવાં પાપકર્મ આચરે છે કે જેથી જીવને વારંવાર જન્મ-મરણના દુ:ખ સહેવા પડે છે. આવાં અનંત અસહ્ય દુઃખ ઉક્ત કષાયને શાન્ત-ઉપશાન્ત-પ્રશાન્ત કરવાથી શમી જાય છે, તેથી દુઃખમાત્રને અંત કરવા અને સુખમાત્રને સ્વાધીન કરવા ઈચ્છનારે અવશ્ય ઉકત કષાય ચતુષ્ટયને ઉપશમાવી દેવા જોઈએ. કષાય માત્ર શાન્ત થઈ જવાથી વિકલ્પ માત્રને અંત આવશે અને સહજ નિર્વિકલ્પ સમાધિને પામી પરમ સમતારસમાં નિમગ્ન થઈ શકાશે, એવો મહાપુરુષોને અનુભવ છે. તેવા સત્ય સ્વાભાવિક સુખના અથી જનોએ પૂર્વ મહાપુરુષોના વિહિત માગે અવશ્ય પ્રયાણ કરવું જોઈએ કે જેથી નિર્વિકલ્પ સમાધિજનિત પરમ સમતારસની પ્રાપ્તિ થાય. કદાચ કોઈ અજ્ઞાની પ્રાણ આપણને ગાળો આપે કે આપણા પ્રત્યે એવી જ બીજી ઉન્મત્ત પ્રાય ચેષ્ટા કરે તે તેથી લગારે ચિત્તને ખિન્ન થવા દેવું જોઈએ નહિ. એમ કરવાથી પેલે અજ્ઞાની પ્રાણુ છેવટે થાકીને અટકી જશે. જે એવા પ્રસંગે ક્ષમા–શાન્તિ રાખવાને બદલે આકળાશ-અધીરજ-વ્યાકુળતા કે ક્રોધાદિક કષાયરૂપ અશાન્તિ આદરવામાં આવે તો એથી પ્રથમ આપણું જ બગડશે અને સામાને પણ કશે ફાયદો થવા પામશે નહિ. જ્ઞાની પુરુષે તો ત્યાં સુધી કહે છે કે –“ગાળ દે તેને આશિષ દઈએ” એક અગ્નિરૂપ થાય ત્યારે બીજાએ જળરૂપ થવું જોઈએ. સમતારૂપ જળના પ્રવાહથી ક્રોધાગ્નિ તરત શાન્ત થઈ જશે, પણ જે પ્રજવલિત થયેલા ક્રોધાગ્નિમાં અધિક ઇંધન હોમવામાં આવશે તો તેથી જોતજોતામાં મોટે ભડકો
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy