SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ [ કર ] શ્રી કપૂ રવિજયજી આ જ ક્ષણથી અન્યાયાચરણ તજી દઈને શિષ્ટ પુરુષોએ સેવિત ન્યાયાચરણનું જ દઢ આલંબન લેવા પ્રતિજ્ઞા કરવી ઉચિત છે. સ્વકર્તવ્યકર્મને પ્રમાદ રહિત નિષ્કામપણે કરનાર ન્યાયીની પંક્તિમાં આવે છે. ૯ પ્રતિજ્ઞાપાલન કુશળ પ્રતિજ્ઞા કરીને કુશળતાથી પાળવા હિતવચન શુભ અશુભ જિ કાંઈ, આદર્યું તે નિવાહ, રવિ પણ તસ જેવા, વ્યોમ જાણે વગાહે; કર-ગહિત નિવાહ, તાસને સત્ત આપે. મલિન તનુ પખાલે, સિંધુમાં સુર આપે. ૧૯ પુરુષ રચણ મોટા, તે ગણી જે ધરાએ, જિણ જિમ પડિવળ્યું, તે ન છે ? પરાયે; ગિરીશ વિષ ધર્યો છે, તે ન અદ્યાપિ નાખ્યો, દુરગતિ નર લેઈ વિક્રમાદિત્ય રાખે. ૨૦ શુભ કે અશુભ જે કાંઈ આદર્યું–કબૂલ કર્યું તેને જે નિર્વહે છે તેને જોવા માટે જ જાણે સૂર્ય આકાશમાં અવગાહન કરે છે–ફરે છે. વળી તે જ સૂર્ય ગૃહિત-ગ્રહણ કરીને જે નિર્વહે છે તેને સરવ–બળ આપે છે, અને તેની મલિનતાને ગ્રહણ કરેલી પિતે જ સમુદ્રમાં ડૂબીને પખાળે છે-સ્વચ્છ કરે છે. આ ધરા જે પૃથ્વી તેમાં મોટા પુરુષરત્ન તો તેને જ ગણવા કે જે જેવી રીતે અંગીકાર કર્યું હોય તેને ત્યજે નહિ પણ નિર્વહ છે. જુઓ ! ગિરીશ જે શિવ તેણે વિષને અંગીકાર
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy