SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦ ] શ્રી કપૂરવિજયજી રણ કરતાં સહેજે અટકે છે, અને સહુને આત્મ સમાન લેખી તેમના પ્રત્યે બહુ જ ભલમનસાઈ રાખી પ્રમાણિકપણે-ન્યાયાચરણથી જ વર્તે છે. એવા જ ઉદાર આશયથી શાસ્ત્રકારે કહ્યું છે કે – मातृवत् परदारेषु, परद्रव्येषु लोष्ठवत् । आत्मवत् सर्वभूतेषु, यः पश्यति स पण्डितः॥१॥ “જે પરસ્ત્રીને માતા તુલ્ય લેખે છે, પરદ્રવ્યને પત્થર તુલ્ય લેખે છે, અને સર્વ પ્રાણીવર્ગને આત્મ તુલ્ય લેખે છે, એ જ ખરા જ્ઞાની–પંડિત છે.” આ રીતે ન્યાય-નીતિ–પ્રમાણિકતાના માર્ગે ચાલનાર ભવ્ય જેને જ માર્ગાનુસારી ગણાય છે. ગમે તેવાના સંબંધમાં કશા સંકેચ વગર નિર્ભયપણે ન્યાય-નીતિના વિહિત માર્ગે ચાલવું એ માર્ગાનુસારીપણાનું પ્રથમ અંગ છે. ન્યાયાચરણથી જગતમાં આપણે સુજસ વિસ્તરે છે, લફમીલીલા વધે છે અને સ્થિર થઈ રહે છે, પાપ-તાપ અને આપદા દૂર ટળે છે, તેમ જ વળી સહેજે લેકે વશવતી થાય છે, એમ સમજી હૃદયમાં વિમાસણ કરીને, ન્યાયનીતિને માર્ગ મક્કમપણે આદરી અનીતિને માર્ગ સર્વથા તજ ઘટે છે. જગતને વશ કરવાનો–આપણું તરફ આકર્ષવાને એ અદ્ભુત ઉપાય છે. ગમે તેવા સંગમાં પણ જે ન્યાયાચરણ તજતો નથી અર્થાત્ અનીતિના માર્ગને તિલાંજલિ દઈ દઢપણે ન્યાયને જ માર્ગ આદરે છે તેને સત્ય ન્યાયના પ્રભાવથી હિંસક પશુઓ ( નિર્દય જાનવરે ) પણ આવીને પગમાં પડે છે અને જે જાણી જોઈને અનીતિને માર્ગ આદરે છે તેને તેને સગો ભાઈ પણ સહાય કરતો નથી.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy