SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૧૫ ] દુઃખ સહેવાં પડે છે. નિર્મળ જ્ઞાન અને વૈરાગ્યવડે જેમને દેહ ઉપરની મમતા ઊઠી ગઈ છે તે આદીશ્વર ભગવાન કે વીર પરમાત્માની પેઠે દુષ્કર તપ કરી શકે છે. ક્ષમા-સમતા સહિત કરવામાં આવતા તપ કઠણ કર્મનો પણ ક્ષણવારમાં ક્ષય કરી નાખે છે અને ક્રોધથી કરેલે ગમે તેટલે દુષ્કર તપ પણ લેખે થઈ શકતો નથી-નિષ્ફળ જાય છે, માટે ક્ષમા રાખવા અને ક્રોધ તજવા તપસ્વી જનોએ ખાસ કાળજી રાખવાની છે. દ્રઢપ્રહારી જેવા અઘોર પાપી પ્રાણીઓ પણ દુષ્કર તપના પ્રભાવથી સકળ કર્મનો ક્ષય કરીને મોક્ષપદ પામી ગયા છે, એમ સમજી આપણે પણ યથાશક્તિ પૂવે વર્ણવેલા બન્ને પ્રકારના તપમાં સમતા સહિત સદા ય ઉદ્યમ કરવો ઉચિત છે. ઉપર જણાવેલી મૈત્રી, મુદિતા, કરુણું અને માધ્યસ્થા ભાવના ભવિજનેએ સ્વપર ઉપગારી જાણ સદા ય સેવવી ઉચિત છે. તે ઉપરાંત શાતસુધારસ પ્રમુખ ગ્રન્થમાં વર્ણન વેલી અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ અને અન્યત્વ પ્રમુખ દ્વાદશબાર ભાવનાઓ પણ આત્માને અત્યંત ઉપકારી–વૈરાગ્ય રંગને વધારનારી સમજીને સદા ય આદરવા ગ્ય છે. તેનું વિશેષ વર્ણન પ્રશમરતિ, શાન્ત સુધારસ અને અધ્યાત્મકપમ પ્રમુખ ગ્રંથમાંથી તેમજ તેની સઝામાંથી ગ્રહણ કરી લેવું. “જેવી ભાવના તેવી સિદ્ધિ” એ ન્યાયે અંત:કરણ શુભ ભાવનામય કરી દેવું ઉચિત છે. જડ વસ્તુ પણ શુભ ભાવનાથી સુધરે છે, તો ચૈતન્ય યુક્ત આત્માનું તે કહેવું જ શુ? સુગંધી ફૂલની ભાવના દેવાથી તેલ સુવાસિત થઈ કુલેલ કહેવાય છે, તેવી જ રીતે અન્ય પદાર્થ આશ્રી સમજવું. વિષયરસની
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy