SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ રલ્સ ] સારા બોધદાયક ગ્રંથને પ્રભાવ, ૧. ગમ્મત મેળવવાનું કેઈ પણ સાધન વાંચનના જેટલું સતું નથી, તેમ જ કેઈ આનંદ એના જેટલા ટકતો નથી. ૨. સારા ગ્રંથો ચારિત્રને ઉન્નત કરે છે, રુચિને શુદ્ધ કરે છે, હલકી પંક્તિના આનંદને મેહ નષ્ટ કરે છે અને આપણને ઊચકીને વિચાર અને જીવનની ઉચતર ભૂમિકા પર મૂકી દે છે. ૩. પિોતાનાં સાધન ગમે એટલાં સંકુચિત હોય તો પણ દરેક તરુણે કેઈ એક બાબતમાં અસાધારણ નિવડવાની મહત્વાકાંક્ષા રાખવી જોઈએ. ૪. એકાદ ગ્રંથ વાંચ્યા પછી કે એકાદ વ્યાખ્યાન અથવા ધર્મોપદેશ સાંભળ્યા પછી તેની સંક્ષિપ્ત નોંધ લેવી એ અતિ અગત્યનું કામ છે. ૫. જે માણસ દિવસનું કામ પૂરું કરીને, વર્તમાન અને ભૂતકાળના મહાબુદ્ધિમાન પુરુષોની સાથે સંભાષણ કરીને તેમજ પુસ્તકો વાંચીને શાંતિ અને આનંદ પ્રાપ્ત કરે છે તે માણસ ખરું સુખ ભોગવે છે. કામ અને મહેનતથી શ્રમિત થઈ કંટાબેલા શરીર અને મનને માટે ઉક્ત બાદ્ધિક આનંદ જે કેઈપણ આનંદ, કેઈપણ શાન્તિ કે કઈ પણ નવી કાર્યશક્તિ પૃથ્વીપટ પર વિદ્યમાન નથી. ગ્રંથ એ ઉત્તમ સોબતી છે. [જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૨૭૯ ] @
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy