SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ર૬૯ ] વૃત્તિ કરવી. લેભ અને પરિગ્રહની બહુ વિચાર કરીને હદ બાંધવી. કમાણીને અમુક હિસ્સો ઉત્તમ કામ માટે નિર્માણ કરી, નિર્મિત માગે તેને વ્યય કરો. નિશ્ચિતપણે ધર્મસાધન તીર્થાટન વિગેરે થઈ શકે તેને માટે પિતાની શક્તિને વેગ્ય અને બહુ ઉઘરાણી કરવી ન પડે તેવી રીતે વ્યાપાર કરે. લેવડદેવડમાં ગમે તેવા સંબંધી સાથે પણ પહેલેથી જ પ્રમાણિકપણે ચેખવટ કરવી. પાછળથી સંબંધ તૂટે તેમ કરવાનો પ્રસંગ ન આવે એવી રીતે લેવડદેવડ કરવી. શસ્ત્રધારી, ખૂની, નિર્દય, મહામાયાવી, ક્ષુદ્ર જાતિ, ઝનુની, વ્યભિચારી, જુગારી, દુર્વ્યસની, બદદાનતવાળા, ભાંડ-ભવાયા, યાચક, મિત્ર, કુટુંબી, ગામધણી, રાજાના હલકા નોકર, રાજ્ય કે જ્ઞાતિના ગુન્હેગાર, બહેન, બનેવી-એ વિગેરે સાથે બનતા સુધી વ્યાપારને ખાતર લેવડદેવડ રાખવી નહીં તેમ છતાં ઉધારે આપવાની ફરજ પડે તે આપતી વખતે જ પાછા નહી આવે એમ ધારીને જ આપવું, પણ તેમની સાથે આપ્યા પછી તકરારમાં ઉતરવું નહીં. કમાવાને ખાતર મેંઘવારી ચિંતવવી નહીં. આપણા થડા લાભને ખાતર બીજાને ઘણું મોટું નુકશાન થતું હોય તો આપણે લાભ જતો કરવો. મળતો લાભ લઈ લે. પ્રાપ્ત ધનવૈભવમાં સંતષિત રહેવું. ધનની લાભહાનિ વખતે લક્ષ્મીની ચપળતા બરાબર યાદ રાખવી. તન, મનના સુખને માટે ધનવૈભવ છે, પણ ધનવૈભવને માટે તન મન નથી.” એ સૂત્રનું વારંવાર મનન કરવું. સર્વ ધન-વૈભવને ભેગ આપીને પણ આત્માનું ( પિતાપણનું ) યત્નપૂર્વક રક્ષણ કરવું.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy