SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૪ ] શ્રી કરવિજયજી શરીર નિરોગતા અને ત્રિકરણ યોગની સ્વસ્થતાનો લાભ, યોગ્ય વૈદ્યથી રોગનો નાશ વગેરે અનેક લાભ થાય છે. ( ૨ ) સ્વસ્થપણે નિર્ભય સ્થાનમાં, અવિષમ ભૂમિ પર, સ્વચ્છ શયામાં, પરિમિત નિદ્રા માટે એકલા સૂવું. પઢીએ ઊઠવું. શગ્યા ત્યાગી પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનો જાપ કરો. પિતાની જાતિ, ઉત્પત્તિ, શુદ્ધ સ્વરૂપ, શરીર કુટુંબાદિનો સંબંધ અને ત્યાગ કરવા યોગ્ય તથા ગ્રહણ કરવા ગ્ય વસ્તુનો એકાગ્ર. તાથી બરાબર વિચાર કરવો. પૂર્વના પાપનો પશ્ચાત્તાપ અને પ્રતિકમણ કરવું. ચિદ નિયમ ધારવા. આજના દિવસને યેગ્ય કાર્યનો અનુક્રમ મુકરર કરો. ગત દિવસના અપૂર્ણ રહેલા આવશ્યક કાર્યને આજના કાર્યક્રમમાં મૂકવા. બીજા લાખ કામ મૂકીને પણ હંમેશ ચાર ઘડી સ્વાધ્યાય ધ્યાન કરવું (ભણવું, વાંચવું, વંચાવવું, ભણાવવું વિગેરે અવશ્ય કરવું. ) માફકસર કસરત હંમેશ કરવી. આજે પૂરા કરવા યોગ્ય કાર્યો આજે જ કરવાનો દૃઢ સંકલપ કરવો. પ્રભાતે ઊઠી મળત્યાગપૂર્વક યથાયોગ્ય દેહશુદ્ધિ કરીને જિનમંદિરે જઈ પ્રભુદર્શન, ચૈત્યવંદન પ્રમુખ આનંદ અને ઉત્સાહ સહિત મૂળ ઉદ્દેશને લક્ષ્યમાં રાખી વિધિના ખપી થઈને કરવાં. પછી ગુરુને યથાવિધિ વંદન કરી યથાશક્તિ બાહ્યાભ્યતર તપનું પ્રત્યાખ્યાન કરવું. અચપળ ભાવે ધર્મોપદેશ સાંભળી, વિચારી (મનન કરી ) પિતાની ખામીઓ કમી કરવા બનતું લક્ષ્ય રાખવું. ( ૩ ) ઘરમાં દશ ઠેકાણે ચન્દુવા, સ્વચ્છ હવા અને સૂર્યના
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy